સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 26 જુલાઈ 2022 (08:15 IST)

Masik Shivratri 2022: પ્રદોષ જાણો પૂજા મુહુર્ત અને જરૂરી નિયમ

shiv upay
Masik shivratri 2022:  સોમવારે વ્રતના વ્રતની જેમ પ્રદોષ વ્રત પણ ખૂબ ખાસ હોય છે.   પ્રદોષ વ્રત જો   સોમવારે પડે તો તેનુ  મહત્વ ઘણા ગણુ વધી જાય છે. તેને સોમ પ્રદોષ વ્રત કહે છે. 
 
સોમવાર અને પ્રદોષ વ્રતને  તો શિવજીને પ્રસન્ન કરવા માટે ખૂબ મહત્વનો ગણાય  છે. પ્રદોષ વ્રત ત્રયોદશી તિથિના દિવસે રખાય છે.  પ્રદોષ વ્રત આજે  25 જુલાઈ 2022  સોમવારે આવી રહ્યુ  છે. સોમવારે આવવાને  કારણે આ સોમ પ્રદોષ કહેવાશે. 
 
સોમ પ્રદોષ વ્રત કરવાથી મળશે ઘણા ગણુ ફાયદો 
 સોમ પ્રદોષને ખાસ દરજ્જો આપ્યો છે. કારણ  સોમવારના દિવસે અને પ્રદોષ વ્રત ત્રણે જ ભગવાન શિવને સમર્પિત છે. તેથી આજે 25  જુલાઈનો સોમ પ્રદોષ વ્રત રાખવાથી અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી અનેક  ગણુ વધારે ફળ મળશે. આ વ્રત કરવાથી બધા કષ્ટ દૂર થશે અને મહાદેવ મનોકામના પણ પૂર્ણ કરશે. 
 
સોમ પ્રદોષ વ્રત 2022 પૂજાનુ  શુભ મુહુર્ત 
 કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 26 જુલાઈ 2022ના રોજ સાંજે 06:15 થી શરૂ થશે અને 27 જુલાઈ 2022 ના રોજ સાંજે 06:04 વાગ્યે સમાપ્ત થશે. આવામાં 
 
 
સોમ પ્રદોષ વ્રત કરવાના નિયમ 
સોમ પ્રદોષ વ્રતમાં અનાજ, સાદુ મીઠુ, ચોખા ખાવાની મનાઈ હોય છે. આ વ્રત ફળાહાર લઈને કરવો જ યોગ્ય  હોય છે. આ ઉપરાંત વ્રતીને સવારે જ સ્નાન કરીને સાફ કપડા પહેરીને વ્રતનો સંકલ્પ જરૂર લેવો જોઈએ. પ્રદોષ વ્રતમાં સામાન્ય રીતે ભોળાનાથની પૂજા સાંજના સમયે જ કરાય છે. પણ સવારે પણ શિવજીના દર્શન જરૂર કરવા. 

પ્રદોષ વ્રતની પૂજા વિધિ 
સોમ પ્રદોષ વ્રતના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સૌથી પહેલા ભગવાન શિવને પંચામૃત એટલે કે દૂધ, ઘી, ગંગાજળ, મધ અને દહીનો અભિષેક કરવો જોઈએ. તે પછી સાંજના સમયે એટલે કે પ્રદોષના સમયે ફરી એ જ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે જે વ્યક્તિ ભગવાન શિવ વગેરેની પૂજા કરે છે અને પ્રદોષનું વ્રત કરે છે, તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેને શ્રેષ્ઠ સંસારની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ત્રયોદશીની રાત્રે પ્રથમ પ્રહરમાં શિવની મૂર્તિના દર્શન કરે છે, તેને જીવનમાં અપાર લાભ મળે છે.