શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 25 નવેમ્બર 2017 (17:22 IST)

શનિ પંચક - આજથી શરૂ.. ભૂલથી પણ ન કરો આ કામ

જ્યોતિષમાં પંચકને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ખાસ કરેને જ્યારે શનિવારે આ પંચક આવે છે તો મૃત્યુ પંચકના નામથી ઓળખાય છે. પંચક હેઠળ પાંચ નક્ષત્ર આવે છે. જેમા ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી મુખ્ય છે. 
 
જ્યોતિષી પંડિત ઘનંજય પાંડેય મુજબ આ વખતે શનિ પંચક 25 નવેમ્બરની રાત્રે 10.02 પર શરૂ થશે. જે 30 નવેમ્બરની બપોરે 12.40 સુધી રહેશે. જ્યોતિષી ધનંજય પાંડેય મુજબ બધા 5 પંચકોમાંથી સૌથી વધુ કષ્ટકારક શનિ પંચક જ હોય છે.. 
 
 
સાથે જ પંચક દરમિયાન કોઈપણ જોખમ ભર્યુ કામ ન કરવુ જોઈએ. આ દિવસે કરેલા જોખમ કાર્ય મૃત્યુ બરાબર કષ્ટ આપનારા હોય છે.  પંચકના પ્રભાવથી પરસ્પર વિવાદ દુર્ઘટના ઘાયલ થવુ વગેરેનુ સંકટ રહેલુ છે. 
 
પંચકમાં શુ ન કરો 
 
શાસ્ત્રો પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી વર્જિત છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવી છે. તેથી આ દિશામાં યાત્રા કરવાથી બચવુ જોઈએ. 
 
પંચકના સમયે રેવતી નક્ષત્રમાં ઘરની અગાશી ન બનાવડાવી જોઈએ. જ્યોતિષનુ માનવુ છે કે તેનાથી ઘરમાં ઘન હાનિ અને ક્લેશ વધે છે. 
 
પંચક દરમિયાન કોઈપણ જોખમ ભર્યુ કામ ન કરવુ જોઈએ.  આવુ કરવાથી મૃત્યુ બરાબર કષ્ટ થાય છે.