મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (00:31 IST)

Vaikuntha Ekadashi 2022: સંતાન સુખ સાથે શ્રીહરિના ચરણોમાં સ્થાન અપાવે છે આ એકાદશી

પોષના મહિના (Paush Month) માંશુક્લ પક્ષની એકાદશી વૈકુંઠ એકાદશી (Vaikuntha Ekadashi) ના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને પોષ પુત્રદા એકાદશી  (Paush Putrada Ekadashi)તરીકે પણ ઉજવવામાં આવે છે..એવું માનવામાં આવે છે કે જેમને સંતાન નથી તેઓ જો આ વ્રત સંપૂર્ણ નિયમથી રાખે છે તો તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ એકાદશી લોકોને મોક્ષના દ્વારે લઈ જાય છે. આ વખતે વૈકુંઠ એકાદશીનું આ વ્રત 13 જાન્યુઆરી 2022 ગુરુવારે રાખવામાં આવશે. આવો જાણીએ વૈકુંઠ એકાદશી વ્રતનુ શુભ મુહુર્ત, પૂજા વિધિ, મહત્વ અને નિયમો વિશે.
 
શુભ મુહુર્ત 
 
વૈકુઠ એકાદશી તિથિની શરૂઆત 12 જાન્યુઆરીની સાંજે 04:49 વાગે થશે અને તેનુ સમાપન 3 જાન્યુઆરીને સાંજે 7 વાગીને 32 મિનિટ પર થશે. જો કે હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનુ વધુ મહત્વ માનવામાં આવે છે તેથી આ વ્રત 13 જાન્યુઆરીના રોજ રાખવુ યોગ્ય રહેશે. 
 
વ્રતનું મહત્વ
 
આ વ્રત સંતાનોને સુખ આપવાની સાથે મોક્ષ આપનાર માનવામાં આવે છે. આ વ્રતની અસરથી નિઃસંતાન દંપતીને યોગ્ય સંતાન પ્રાપ્ત થાય છે. આ સાથે બાળકને દીર્ઘાયુ અને સારું સ્વાસ્થ્ય પણ મળે છે. શાસ્ત્રોમાં વૈકુંઠ એકાદશીના વ્રતનું મહત્વ જણાવતા કહેવામાં આવ્યું છે કે વૈકુંઠ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન વૈકુંઠના દ્વાર ખુલ્લા રહે છે. આવી સ્થિતિમાં જે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે, મૃત્યુ પછી તેને વૈકુંઠ ધામમાં નારાયણના ચરણોમાં સ્થાન મળે છે.

વ્રત અને પૂજા વિધિ 
 
એકાદશી વ્રતની સવારે વહેલા ઊઠીને વ્રતનો સંકલ્પ લેવો અને પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરો.  મનમાં પ્રભુના નામનો જાપ કરતા રહો. ત્યારબાદ  પૂજા સ્થળને સાફ કરો. આ પછી નારાયણની મૂર્તિને ધૂપ, દીપ, ફૂલ, અક્ષત, કંકુ, ફૂલની માળા અને નૈવેદ્ય અર્પણ કરો. પંચામૃત અને તુલસી અર્પણ કરો. આ પછી નારાયણના મંત્રોનો જાપ કરો. આ સિવાય વૈકુંઠ એકાદશી વ્રતની કથા વાંચવી. અંતે આરતી કરો. આખો દિવસ ઉપવાસ રાખો. રાત્રે ફળ ખાઓ અને જાગરણ કરીને ભગવાનની પૂજા કરો. બારસના દિવસે સ્નાન કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવો અને તેની ક્ષમતા અનુસાર દાન કરો. તે પછી ઉપવાસ તોડવો.
 
વ્રતના નિયમો
 
1- આ વ્રતના નિયમો એકાદશીની એક સાંજે પહેલાથી જ લાગુ થઈ જાય છે. જો તમે 13 જાન્યુઆરીએ વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો તમારે 12 જાન્યુઆરીએ સૂર્યાસ્ત પહેલા સાત્વિક ભોજન કરવું પડશે.
 
2- વ્રતના નિયમો અનુસાર દ્વાદશી સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે.
 
3- એકાદશી પહેલાની રાત્રે જમીન પર પથારી પાથરીને સૂઈ જાઓ.
 
4- એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનનું ધ્યાન અને ભજન કરો.
 
5- મનમાં કોઈના માટે ખરાબ વિચારો ન લાવશો. કોઈની નિંદા ન કરો કે કોઈ નિર્દોષને સતાવશો નહી. 
 
6- દ્વાદશીના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ઉપવાસ તોડો.