શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2019 (10:15 IST)

વિજય રૂપાણીએ સતત ત્રીજીવાર પહિન્દ વિધિ કરી, રાજ્યમાં શાંતિ-સલામતી માટે કરી પ્રાર્થના

રાજ્યમાં શાંતિ-સલામતી અને વિકાસની તેજ ગતિ જળવાય તેવા ભગવાનના આશીર્વાદ મળતા રહેશે:- મુખ્‍યમંત્રી 
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં  ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી વિજયએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.
 
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજજીવન પર વરસતી રહે સુખ-સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો નગરોમાં ભક્તિ ભાવપૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે.અષાઢી બીજ કચ્છીઓ  નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
 
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે ગુજરાતની પ્રગતિ વિકાસ અને લોકોની સુખ-સમૃદ્ધિ સતત આગળ ધપતા રહે તેવી અભ્યર્થના છે. ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે.   
 
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે વિશાળ સંખ્યામાં જગન્નાથજીના દર્શન અર્ચન માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસ્થાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ માં થી અમદાવાદની રથયાત્રા પર સીધું મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે
. માત્ર અમદાવાદ જ નહીં પણ રાજ્યભરમાં નીકળેલી રથયાત્રા ઉપર ચાંપતી કી નજર CCTV નેટવર્કથી રાખવામાં આવી રહી છે
. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, સી એમ ઓ ના અગ્ર મુખ્ય સચિવ કૈલાસનાથન સહિતના અધિકારીઓ હાજર
 છે. 
 
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. ઢોલ-નગારા સાથે ભગવાનના સજાવટની તમામ વસ્તુઓ કાનજીભાઈના ઘરેથી લાવવામાં આવી હતી. આ સમયે મામેરુ કરનાર પરિવાર તથા તેમના સંબંધીઓમાં હરખ સમાતો ન હતો. 
 
ભગવાનનું મામેરું તેમાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણા, તેમજ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે. આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલ બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પીછવાઇ, પાથરણુ, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં છે. 
 
રથયાત્રાનું આકર્ષણ
૧૮ગજરાજ
૧૦૧ ટ્રક
૩૦ અખાડા
૧૮ ભજન મંડળી
૩ બેન્ડ
૧૦૦૦થી વધારે સાધુ-સંત
મુખ્ય પ્રધાનના હસ્તે પહિંદ વિધિ
રથયાત્રાનો દોઢ કરોડનો વીમો
 
રથયાત્રામાં પ્રસાદ
૩૦ હજાર કિલો મગ
૫૦૦ કિલો જાંબુ
૧૦૦ કિલો કાકડી
૩૦૦ કિલો કેરી
નાથના રથ પર મેઘાભિષેક