ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2020 (14:34 IST)

અન્ય રાજ્યોમાંથી પરમિશન લઈને ગુજરાત આવેલા 60 પૈકી 12 તબલીગીઓ પોઝિટિવ

રાજ્યમાં મંજૂરી સાથે અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 60 પૈકી 12 જમાતીઓ કોરોના પોઝિટિવ જણાયા હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. આ તમામ જમાતીઓ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવ્યા હતા અને ક્વોરન્ટીનમાં રખાયા હતા. ઝાએ કહ્યું કે, તબલીગી જમાતના ઘણા લોકો બહારના રાજ્યોમાંથી મંજૂરી સાથે ગુજરાત પરત આવ્યા હતા જેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. 9મી મેના રોજ આંધ્રપ્રદેશથી તબલીગી જમાતના 23 લોકો જૂનાગઢ જિલ્લામાં આવ્યા હતા અને ત્યાં ક્વોરન્ટીન કરાયા હતા. જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો છે. 8મી મેના રોજ મહારાષ્ટ્રથી તબલીગી જમાતના 28 લોકો મંજૂરીથી ગુજરાત પરત ફર્યા બાદ અલગ અલગ જગ્યાએ તેમને ક્વોરન્ટીન કરાયા હતા. તે પૈકી ભાવનગરમાં 10 વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયા છે. 7મી મેના રોજ તબલીગી જમાતના 9 લોકોએ આંધ્રપ્રદેશથી મંજૂરી મેળવીને વડોદરા આવ્યા હતા જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાઇ છે.