શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : બુધવાર, 18 એપ્રિલ 2018 (10:17 IST)

અખાત્રીજ - ઘરમાં ખુશી અને બરકત માટે વર્ષનુ એકમાત્ર સર્વસિદ્ધ મુહુર્ત

અક્ષય તૃતીયા કે અખાત્રીજ એટલે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ.  પૌરાણિક ગ્રંથો મુજબ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનુ ફળ  અનેક ગણુ વધુ મળે છે.  તેથી જ તેને તૃતીયા કહેવામાં આવે છે. આમ તો બધા બાર મહિનાની શુક્લ પક્ષીય તૃતીય શુભ હોય છે પણ વૈશાખ મહિનાની તિથિ સ્વંયસિદ્ધ મુહુર્તોમાં માનવામાં આવે છે.  અક્ષય તૃતીયાનો અર્થ છે કે જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય અથવા ક્યારેય નાશ ન થાય જે અવિનાશી છે. 
 
અક્ષય તૃતીયાનો તહેવાર ગ્રીષ્મ ઋતુમાં આવે છે તેથી આ પર્વ પર એવી વસ્તુઓનુ દાન કરવુ જોઈએ જે ગરમીમાં ઉપયોગી અને રાહત આપનારી હોય. અક્ષય તૃતીયા હિન્દુ ધર્મના લોકો ઉપરાંત જૈન ઘર્મને માનનારાઓ માટે પણ પવિત્ર દિવસ છે.   આ દિવસ લગ્ન કરવા માટે અને ઘરેણાં ખરીદવા માટે એકદમ શુભ ગણાય છે. 
 
અક્ષય તૃતીયાના વિષયમાં માન્યતા છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેમા બરકત આવે છે.  મતલબ આ દિવસે જે પણ સારુ કામ કરશો તેનુ ફળ ક્યારેય સમાપ્ત નથી થતુ.  જો તમે કોઈ ખરાબ કામ કરશો તો તેનુ પરિણામ પણ અનેક જન્મ સુધી પીછો નહી છોડે.  શાસ્ત્રોમાં કહ્યુ છે કે  અક્ષય તૃતીયાના દિવસે  ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને તમારી શક્તિ મુજબ દાન કરો. 
 
દાન કરવાથી જાણતા અજાણતા થયેલ પાપોનો બોઝ હલ્કો થાય છે અને પુણ્યની પુંજી વધે છે. આ દિવસે કરવામાં આવેલ દાન ખર્ચ નથી થતુ  મતલબ તમે જેટલુ દાન કરો છો તેનાથી અનેક ગણુ તમારા અલૌકિક કોષમાં જમા થઈ જાય છે.