સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (13:12 IST)

Akha teej 2022- કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...

અક્ષય તૃતીયા akshaya tritiya 2022-  અખાત્રીજ (akha teej 2022) અબૂઝ મૂહૂર્ત ગણાયું છે. આ પર્વ વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ,તપ, જ્ઞાન અમે દામ અક્ષય ફળ આપતું હોય છે તેથી તેને "અક્ષય તૃતીયા" કહે છે.
આ દિવસે સતયુગનો આરંભ હોય છે. તેથી તેને યુગાદિ તૃતીયા પણ કહે છે. જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક ગણાય છે. 
 
જો તૃતીયા મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે. તેનો શ્રેષ્ઠ ફળ મળે છે. આ વ્રત દાન પ્રધાન છે. આ દિવસે અધિકાધિક દાન આપવાનો મોટું મહાત્મય છે. 
આવી રીતે કરવું અક્ષય તૃતીય વ્રત 
* વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું. 
* ઘરની સફાઈ અને દરરોજના કર્મથી નિવૃત થઈ પવિત્ર અને શુદ્ધ જળથી સ્નાન કરવું. 
* ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું. 
 
નિમ્ન મંત્રથી સંકલ્પ કરવું- 
મમાખિલપાપક્ષયપૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્ત્યે 
ભગવત્પ્રીતિકામનયા દેવત્રયપૂજનમહં કરિષ્યે  
* સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવું. 
 
* ષોડ્શોપચાર વિધિથી ભગવાન વિષ્ણુનો પૂજન કરવું. 
 
* ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પમાળા પહેરાવો. 
અક્ષય તૃતીયાના દિવસે કુંભના દાનનું છે વિશેષ મહત્વ
* નૈવેદ્યમાં જવ ઘઉંનો સત્તૂ, કાકડી અને ચણાની દાળ અર્પણ કરવું. 
 
* જો હોઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવું. 
 
* અંતનાં તુલસી જળ ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી.