અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય
Akshay Tritiya daan
Akshay Tritiya daan
હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે કરવામાં આવેલુ દાન, જપ અને પુણ્ય કર્મ અનંત ફળ આપનારુ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા એ શુભ અવસર છે જે દિવસે પાંડવોને અક્ષય પાત્ર પ્રાપ્ત થયુ હતુ. જેમા ક્યારેય ભોજન સમાપ્ત થતુ નહોતુ. એ જ રીતે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ દાન અક્ષય કહેવાય છે અને તેનુ પુણ્ય ક્યારેય સમાપ્ત થતુ નથી. પુરાણોમાં વર્ણ છે કે આ દિવએ કરવામાં આવેલ દાન અને પુણ્ય જન્મો જનમ સુધી સાથે રહે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંને જ ઉચ્ચ રાશિમાં રહે છે. જેનાથી આ દિવસ અબૂજ મુહૂર્ત કહેવાય છે. આ દિવસે દાન કરવાથી ગ્રહોની શાંતિ થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. વિશેષ રૂપથી અન્ન, જળ અને સોનાનુ દાન કરવાથી સૂર્ય, ચંદ્ર અને શુક્ર ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. અક્ષય તૃતીયા પર શુ દાન કરવુ ?
દાન કરી શકાય તેવી વસ્તુઓમાં, ખોરાક, પાણી, કપડાં અને ગાયની સેવા જેવી વસ્તુઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો સાથે સંબંધિત છે અને તેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ખોરાક, પાણી, કપડાં, સોનું, અનાજ, ગાય અને ધાર્મિક ગ્રંથોનું દાન કરવાથી ઘરમાં શાશ્વત પુણ્ય અને કાયમી સમૃદ્ધિ આવે છે. આ દિવસે જલદાન (પાણીનું દાન) ખાસ કરીને પુણ્યશાળી છે. તેથી, ઘણા લોકો શરબત અને અન્ય પીણાંનું દાન કરે છે. આ દિવસે આર્થિક રીતે નબળા લોકોને પૈસાનું દાન કરવાથી ગરીબી દૂર થાય છે.
અક્ષય તૃતીયાને સોના જેવી કિંમતી વસ્તુઓ સાથે પણ જોડવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે સોનું અને ચાંદી ખરીદે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી અને દાન કરવાથી કાયમી આશીર્વાદ મળે છે. ચાંદી અથવા તાંબાના વાસણોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
નવ ગ્રહોની શાંતિ માટે વિશેષ દાન
અક્ષય તૃતીયા પર અનેક લોકો ગ્રહ શાંતિ અને પિતરોના આર્શીવાદ મેળવવા માટે પણ દાન કરે છે.
સૂર્ય: ઘઉં, ગોળ, લાલ કપડાં, લાલ ચંદન, તાંબાના વાસણો
ચંદ્ર: ચોખા, દહીં, દૂધ, સફેદ કપડાં
મંગળ: મસૂર, લાલ કપડાં
બુધ: મગની દાળ, લીલા કપડાં, લીલા શાકભાજી, કાંસાના વાસણો
ગુરુ: પીળી મસૂર, હળદર, પીળા ફળો, ધાર્મિક પુસ્તકો
શુક્ર: સફેદ કપડાં, દૂધ, દહીં અને સફેદ વસ્તુઓનું દાન
શનિ: કાળા કપડાં, કાળા તલ, સરસવનું તેલ, કાળી છત્રી, કાળા જૂતા
રાહુ: કાળી મસૂર, નારિયેળ, મૂળા, સાત પ્રકારના અનાજ
કેતુ: ધાબળો, કૂતરાનો ખોરાક, સાત અનાજ
અખાત્રીજ 2026 રાશિ મુજબ દાન
મેષ (Aries): મસૂર દાળ, તાંબુ, લાલ કપડા કે મઘ
વૃષભ (Taurus): ચોખા, ચાંદી, ખાંડ, દૂધ કે સફેદ કપડાં.
મિથુન (Gemini): લીલી મગની દાળ, લીલા કપડાં, કે ફળો.
કર્ક (Cancer): દૂધ, ભાત, દહીં, સફેદ મીઠાઈ અથવા ઘડો.
સિંહ (Leo): ઘઉં, તાંબુ, ગોળ કે સોનાનું દાન.
કન્યા (Virgo): લીલી વસ્તુઓ, મગની દાળ કે લીલા શાકભાજી.
તુલા (Libra): ચાંદી, ખાંડ, ચોખા, સફેદ કપડાં કે અત્તર.
વૃશ્ચિક (Scorpio): લાલ કપડાં, દાળ, ગોળ કે તાંબુ.
ધનુ (Sagittarius): ચણાની દાળ, હળદર, પીળા કપડાં, કે પુસ્તકો.
મકર (Capricorn): કાળા તલ, ધાબળો, કાળો અડદ કે લોખંડની વસ્તુઓ.
કુંભ (Aquarius): સત્તુ, ઘડો, કાળી અડદ કે છત્રી.
મીન (Pisces): પીળા કપડાં, પિત્તળ, ચણાની દાળ કે ધાર્મિક પુસ્તકો.