ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. આધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2024 (13:38 IST)

ચન્દ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. વિજયવાડામાં યોજવામાં આવેલા શપથગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા હતા.
 
નાયડુની સાથે જન સેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે પણ નાયબ મુખ્ય મંત્રીના શપથ લીધા હતા.
 
24 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે જેમાં ચન્દ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ પણ સામેલ છે.
 
આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં એનડીએ ગઠબંધનને 175 બેઠકોમાંથી 164 બેઠકો મળી છે.
 
નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રી પદના શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
 
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.  સમારોહ પછી, મોદી બપોરે 12.45 વાગ્યે ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે ભુવનેશ્વર જશે.