મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By

Ayodhya Ram temple- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર

Ayodhya Ram temple Photos
Ayodhya Ram temple- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહેશે. બપોરે 12:30 કલાકે અભિષેકની વિધિ થશે.  

ayodhya ram mandir
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો.
 
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સભારંભને અંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવાની તૈયારી કરી છે. દેશના જુદા-જુદા ભાફોમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના આયોજન કરવાની તૈયારી પહેલાથી છે. આ અવસરે દેશના બધા મંદિરોમાં ખાસ આયોજન કરાશે, તેમજ વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસમાં પણ રામા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કાર્યક્રમ આયોજીત કરાશે.