શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. વડોદરા સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (15:42 IST)

બકરા ચરાવવા ગયેલા વૃદ્ધ પર મગરમચ્છનો હુમલો

crocodile
ચોમાસુ શરૂ થતા જ વડોદરામાં મગર એક્ટિવ થઈ જાય છે. અવાર નવાર ક્યાક ને ક્યાક મગર નીકળવાના સમાચાર આવતા રહે છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પણ મગર દ્વારા હુમલા કરવામાં આવે છે.આવો જ એક બનાવ આજવા ડેમ વિસ્તારમાં બન્યો છે.આજવા નજીકના ખેડા કરમસિયા ગામમાં રહેતા ૬૦ વર્ષની વૃદ્ધા રયજીબેન ફોગટભાઇ રાઠોડિયા અને કૈલાસબેન રાઠોડિયા ગઇકાલે આજવા ડેમ વિસ્તારમાં રોજની જેમ બકરા ચરાવવા ગયા હતા.બકરાઓને  પાણી પીવડાવવા માટે તેઓ પાણીની નજીક લઇ ગયા હતા.
તે સમયે એક મગરે હુમલો કરી રયજીબેનનો  પગ પકડી લીધો હતો.મગર રયજીબેનને પાણીની અંદર ખેંચી જતો  હતો.પરંતુ,  કૈલાસબેને રયજીબેનનો હાથ  પકડી બહારની તરફ ખેંચવા લાગ્યા હતા.છેવટે રયજીબેનનો પગ મગરે છોડી  દીધી હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સૌપ્રથમ જરોદ આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.