સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (16:25 IST)

વડોદરા સમાચાર - ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ

iskcon temple vadodara
અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઇને ઇસ્કોન મંદિર ખાતે તથા રથની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી
 
આગામી તા.1લી જુલાઈ ને અષાઢી બીજના રોજ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓને લઇને હરિનગર ચારરસ્તા, ગોત્રી સ્થિતઇસ્કોન મંદિર ખાતે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને આજે સવારે પોલીસે ડોગ સ્કોડ સાથે રથનું તથા મંદિર નું નિરિક્ષણ કર્યું હતું સાથે જ રથયાત્રાના દિવસે પણ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવશે. પાલિકા તથા પોલીસ પ્રશાશન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ રથયાત્રા માટે કરી લેવામાં આવી છે. રેલવે સ્ટેશનથી તમામ રુટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટ્સ પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે સાથે જ પોલીસ ડ્રોન કેમેરાથી પણ સમગ્ર રથયાત્રા રૂટ પર નજર રાખશે ત્યારે આજથી ઇસ્કોન મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. સમગ્ર બાબતે ઇસ્કોન મંદિરના મુખ્ય મહંત નિત્યાનંદ સ્વામીજીએ વિસ્તૃત માહિતી આપી હતી.