મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. વડોદરા સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 5 જુલાઈ 2022 (16:40 IST)

યુવકે દીકરીને પ્રેમજાળમાં ફસાવી, કહ્યું: 'તું બંને હાથે બ્લેડના 500 ઘા માર'

vadodara love jehad case
વડોદરા બિલ્ડરની દીકરી સાથે જે થયુ કોઈની સાથે ન થાય . 10મા ફેલ યુવકે સેલ્વિન પાઉલ પરમારે પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનનાં કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં, પરંતુ પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ છે 
 
દીકરીના પિતાનુ કહેવુ છે કે જે દિકરી પર આજ સુધી અમે હાથ પણ ઉપાડ્યો નથી તેના પર શરીર તેના જ હાથે બ્લેડ વડે 500 જેટલા ઘા મરાવ્યા. આ વાત કરતાં વડોદરાના કરોડપતિ બિલ્ડર રીતસર ધ્રૂસકે
ને ધ્રુસકે રડી પડ્યા હતા.
 
વડોદરામાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં સેલવિન પાઉલ પરમારે 250 કરોડની સંપત્તિનો માલિક હોવાનું જણાવી યુવતીને ફસાવી હતી. વિધર્મી યુવાને યુવતીની સાથે કોર્ટ મેરેજ કરી શરીર પર બ્લેડથી 500 થી વધુ કાપા મારવા મજબૂર કરી હતી. યુવતીના પિતાએ મનોચિકિત્સકની મદદથી યુવતીને ડિપ્રેસનથી બહાર કાઢી. યુવતીના પિતાએ યુવતીને અમેરિકા મોકલી દિધી છે

બન્યુ એમ હતું કે, વડોદરાના છાણી કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતો સેલ્વિન પાઉલ પરમાર ધોરણ 10 મું  ભણેલો હતો. પીડિતા યુવતી  2019માં MS યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં ભણતી હતી. ત્યારે 10મું ફેલ સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનને કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં,. તેમનુ પ્રેમ પ્રકરણ બે વર્ષ રહ્યુ હતું. જેમાં તેણે યુવતીની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ બાદ તેણે યુવતીને ભગાડીને તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ સેલ્વિનનો યુવતી પર ત્રાસ શરૂ થયો હતો.