મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2022 (16:13 IST)

Nupur Sharma: નૂપૂર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી પૂર્વ જજ અને અધિકારી નારાજ, CJI ને ચિઠ્ઠી લખીને કરી આ ડિમાંડ

nupur sharma
117 ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અધિકારીઓએ CJIને પત્ર લખ્યો છે
આ ટિપ્પણી સૌથી મોટી લોકશાહીની ન્યાય પ્રણાલી પર કલંક સમાન છે.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે લક્ષ્મણરેખા પાર કરી છે
 
Nupur Sharma: નુપુર શર્મા કેસમાં સુનાવણી દરમિયાન આ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વિવાદ વધી રહ્યો છે. કોર્ટની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિરોધ થયો હતો, હવે દેશના પૂર્વ જજો અને અધિકારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે એક માધ્યમ તરીકે સોશિયલ મીડિયા નહીં પણ પત્ર પસંદ કર્યો. તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
 
સુનાવણી દરમિયાન જ સ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારદીવાલાની ટિપ્પણીથી નારાજ પૂર્વ જજો અને અધિકારીઓએ સીજેઆઈ એનવી રમનાને એક પત્ર લખ્યો છે.  તેમા કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી છે અને નૂપુરના મામલે તરત કોર્ટને સુધાર સંબંધી પગલા ઉઠાવવા જોઈએ. પત્રમાં એવુ પણ કહ્યુ કે  જસ્ટિસ સૂર્યકાંત ત્રિપાઠીની ટિપ્પણીઓ અને આદેશોને પરત લેવાનો આદેશ આપવામાં આવે. ચિઠ્ઠીમાં 15 રિટાયર્ડ જજો, 77 રિટાયર્ડ નોકરશાહ અને 25 રિટાયર્ડ સૈન્ય અધિકારીઓની સહી પણ છે. 
 
સાઈન કરનારાઓમાં પૂર્વ જસ્ટિસ, અધિકારી અને સેના અધિકારી પણ સામેલ 
 
આ પત્રમા સાઈન કરનારાઓમાં કેરલ હાઈકોર્ટના જસ્ટિસ પીએસ રવિચંદ્રન, બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસએમ સોની, રાજસ્થાન હાઈકોર્ટના પો ઓર્વ ચીફ જસ્ટિસ આરએસ રાઠોર અને પ્રશાંત અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસએન ઢીંગરા પણ સામેલ છે. ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરએસ ગોપાલન અને એસ કૃષ્ણ કુમાર, એમ્બેસેડર (નિવૃત્ત) નિરંજન દેસાઈ, ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદ, બી એલ વોહરા, લેફ્ટનન્ટ જનરલ વીકે ચતુર્વેદી (નિવૃત્ત) એ પણ હસ્તાક્ષર કર્યા છે. આ લોકોએ કહ્યું કે નુપુરના કેસમાં સુપ્રીમ કોર્ટના જજોની ટિપ્પણી ન્યાયિક મૂલ્યો સાથે મેળ ખાતી નથી.
 
ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, "ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી ક્યારેય થઈ નથી. આ સૌથી મોટી લોકશાહીની ન્યાય પ્રણાલી પર એક ધબ્બા સમાન છે. જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે, કારણ કે તે લોકશાહી મૂલ્યો તરફ દોરી ગયું છે અને દેશની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે. આ ટિપ્પણીઓને કેસ સાથે કોઈ લેવાદેવા નથી."
 
નુપુર શર્માની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે નૂપુર શર્માની ટિપ્પણીને "પરેશાન કરનારી" ગણાવી હતી. તેણે કહ્યું હતું કે તેમને આવી ટિપ્પણી કરવાની શું જરૂર છે? જ્યારે નૂપુરના વકીલે કહ્યું કે તે પોતાની ટિપ્પણી બદલ માફી માંગે છે અને નિવેદન પાછું ખેંચી લે છે. તેના પર કોર્ટે કહ્યું કે તેણે ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી.