બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 ડિસેમ્બર 2020 (09:54 IST)

Bhopal Gas Tragedy- ભોપાલ ગૅસ દુર્ઘટના : 35 વર્ષ પછી પણ તેના જખમો તાજા

ભોપાલ ગૅસ દુર્ઘટનાને 35 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.
કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.
ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.
શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.
 
દુર્ઘટનાપીડિતોને ન્યાય અપાવવા માટે અભિયાન ચલાવનારાઓનું કહેવું છે કે ઝેરીલા ગૅસથી 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતા. ઘણા લોકો હજુ પણ તેનાં પરિણામ ભોગવી રહ્યા છે.
 
બ્લુ મૂન કૉલોનીમાં રહેતાં એક મહિલા. 1984માં પાંચ લાખ, પચાસ હજાર લોકો પ્રભાવિત થયા હતા, જે ભોપાલની બે તૃતીયાંશ વસ્તી બરાબર છે.
 
અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.
 
પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.
પ્રાચી ચુગને સેરેબ્રલ પાલ્સી છે અને તેનો માનસિક વિકાસ થઈ શક્યો નથી. તેમનાં માતા ઝેરી ગૅસના સંપર્કમાં આવ્યાં હતાં, આથી ગર્ભમાં પ્રાચી પર ગૅસની અસર થઈ હતી.
 
ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.
 
 
ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન
 
 
ઓરિયા પ્રાથમિક શાળામાં રમતાં બાળકો. આ સ્કૂલનું ભવિષ્ય પણ ધૂંધળું છે.
 
 
પીડિતોને અપાયેલી સહાયને 1989માં સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી હતી. પરંતુ લોકો માને છે કે હજુ વધુ સહાય મળવી જોઈએ અને વિસ્તારની યોગ્ય સફાઈ થવી જોઈએ.