બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2024 (11:47 IST)

રાજકોટ આગ દુર્ઘટના બાદ ગુજરાતમાં ઠેકઠેકાણે ચેકિંગ, ટ્યુશન ક્લાસીસથી લઈ વૉટરપાર્ક બંધ કરાવાયા

rajkot fire
રાજકોટની દુર્ઘટના પછી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા મોટેપાયે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
 
બીબીસી સહયોગી દર્શન ઠક્કરે આપેલ માહિતી અનુસાર જામનગરના જાંબુડા નજીક બે વૉટરપાર્કને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેલકમ વૉટરપાર્ક તથા હોલીડે વૉટરપાર્કને હવે પછીના આદેશ સુધી 
 
બંધ કરવામાં આવ્યા છે.
 
તો બીજી તરફ અમરેલીમાં ફાયર વિભાગે નાગનાથ કોમ્પ્લેક્ષમાં આવેલી ઍક્સિસ બૅન્ક, ટ્યુશન ક્લાસીસને સીલ કર્યા છે. ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે ફાયર વિભાગે આ બિલ્ડિંગ સીલ કરી છે. બીબીસી 
 
સહયોગી ફારૂખ કાદરીએ એ અંગે માહિતી આપી છે.
 
અગાઉ સુરતમાં પણ ક્લિનિકથી લઈને ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 168 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ તક્ષશિલા દુર્ઘટના સમયે પણ ફાયર સેફ્ટી સામે ખૂબ સવાલો ઉઠ્યા હતા અને સરકારે એ સમયે પણ અનેક પગલાં ભર્યાં હતાં. ત્યારબાદ ફરી એકવાર રાજકોટની દુર્ઘટના 
 
પછી રાજ્યભરમાં ફાયર સેફ્ટી તથા એનઓસી અંગેની તપાસે ગતિ પકડી છે.