શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 જાન્યુઆરી 2020 (17:09 IST)

ગુજરાતમાં શિયાળામાં વરસાદ કેમ પડી રહ્યો છે?

ગુજરાતમાં શિયાળામાં વરસાદ કેમ પડી રહ્યો છે?
 
ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
કચ્છના ભૂજ, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અખબારી અહેવાલો છે.
સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ જેવા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે.
કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. શિયાળામાં ખેડૂતો રવીપાક લેતા હોય છે અને આ કમોસમી વરસાદ પાક બગાડી શકે એમ છે.
 
હવામાન અંગે માહિતી આપતી 'સ્કાઇમૅટવૅધર' વેબસાઇટના જણાવ્યા અનુસાર હાલમાં કર્ણાટક અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ તરફ આગળ વધતાં ગુજરાત શિયાળામાં વરસાદનો અનુભવ કરી રહ્યું છે.
આ ડિસ્ટર્બન્સને પગલે દક્ષિણ તરફથી ગુજરાતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોમાં ભેજનું પ્રમાણ હોવાને લીધે વાદળોનું પ્રમાણ વધી જતું હોય છે અને આવી સ્થિતિમાં જે-તે વિસ્તાર વરસાદનો અનુભવ કરતો હોય છે.
વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 12થી 24 કલાક સુધી ભૂજ, નલિયા, જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, કંડલા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જોકે, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત કમોસમી વરસાદની અસરથી બાકાત રહી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના શુષ્ક વાતાવરણનો અનુભવ કરી રહ્યું હતું.
 
ભારતીય ઉપખંડમાં હવામાનની વાત કરતી વખતે ઘણી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે.
'સ્કાઇમૅટવૅધર'ના વ્યવસાયિક હવામાનશાસ્ત્રી ડૉ. આર.એમ. સક્સેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને 'પશ્ચિમિ પવનોના પ્રદેશમાં સર્જાતા હવાના હળવા દબાણ કે નીચાણમાં સર્જાતા હવાના દબાણ' તરીકે ઓળખાવે છે, જે મેદાની વિસ્તારોમાં હવા, પવનની દિશા અને તાપમાનમાં ફેરફાર આણે છે.
પશ્ચિમથી પૂર્વ તરફ શિફ્ટ થતી આ સિસ્ટમ માટે ભારતીય હવામાન શાસ્ત્રીઓએ 'વેસ્ટર્ન ડિસ્ટરબન્સ' શબ્દ શોધ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટરબન્સનું મૂળ કાસ્પિયન કે ભૂમધ્યસાગર છે. જ્યાં તે ઉષ્ણકટિબંધિય વાવાઝોડાના રૂપે જન્મે છે.