ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2019 (12:20 IST)

કેન્યા : દીકરીના જન્મની સાથે જ અહીં કરી દેવાય છે તેની સગાઈ

ભારતમાં બાળવિવાહના મુદ્દે હજુ પણ ઘણા લોકો લડાઈ લડી રહ્યા છે. કાચી ઉંમરે દીકરીનાં લગ્ન કરી દેવાના મામલે હજુ પણ અલગઅલગ સમાજમાં સંઘર્ષની ઘટના બનતી રહે છે.
પરંતુ એક દેશમાં તો દીકરી હજુ જન્મ લે છે, ત્યાં જ તેનાં લગ્ન નક્કી કરી દેવામાં આવે છે.
કેન્યાની તાના નદીના વિસ્તારમાં દરારા નામની એક પ્રથા છે કે જેમાં દીકરીના જન્મ પર તેની સગાઈ કરી દેવામાં આવે છે.
દીકરીની કમર પર એક 'દરારા' બાંધવામાં આવે છે કે જેનાથી સંકેત મળે છે કે તેની સગાઈ થઈ ગઈ છે.
આ પ્રથા મુજબ જેની સાથે તેની સગાઈ થઈ છે, તે મરી જાય તો પણ દીકરી બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી નથી.