મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (17:11 IST)

પાકિસ્તાની ક્રિકેટરના આરોપ પર ઉન્મુક્ત ચંદે કહ્યું, અમેરિકાની ક્રિકેટ લીગમાં હું નથી

ભારતના અંડર-19 ટીમના પૂર્વ કૅપ્ટન ઉન્મુક્ત ચંદ
 
ભારતના અંડર-19 ટીમના પૂર્વ કૅપ્ટન ઉન્મુક્ત ચંદે કહ્યું છે કે તેઓ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ભાગ નથી લઈ રહ્યા અને તેમાં રમવાની આગળ પણ કોઈ યોજના નથી.
 
ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટકોમ અનુસાર ઉન્મુક્ત ચંદે જણાવ્યું કે તેઓ પોતાના સંબંધીઓને મળવા માટે અમેરિકામાં આવ્યા છે અને માત્ર પ્રેક્ટિસ કરવા માટે તેમણે બેટિંગ કરી હતી. અમેરિકામાં કોઈ કૉન્ટ્રૅક્ટ સાઈન કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી.
 
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સમી અસલમના એક નિવેદનને પગલે ઉન્મુક્ત ચંદને ખુલાસો કરવો પડ્યો છે.
 
ન્યુઝ 18 ડૉટકોમ અનુસાર સમી અસલમે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સામેલ થવા માટે 30-40 વિદેશી ખેલાડીઓ અમેરિકા આવ્યાં છે. આ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટરો ઉન્મુક્ત ચંદ, હરમિત સિંઘ અને સ્મિત પટેલ પણ સામેલ છે.
 
ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટકોમ અનુસાર ઉન્મુક્ત ચંદ મેજર લીગ ક્રિકેટમાં નથી રમી રહ્યા પરતું હરમિત સિંઘ અને સ્મિત પટેલ તેમાં ભાગ લઈ રહ્યા છે.
 
અહેવાલ અનુસાર કોઈ પણ ભારતીય ક્રિકેટર જ્યાં સુધી નિવૃત્તિ જાહેર ન કરે ત્યાં સુધી વિદેશી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી માટે રમી ન શકે.