Bihar Election Voting 1st Phase Live: સાંજે 5 વાગ્યા સુધી 60.13% મતદાન
Bihar Election Voting 1st Phase Live: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે, ગુરુવારથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 121 બેઠકો પર મતદાન થશે, જેમાં ઘણી અગ્રણી હસ્તીઓનું ભાવિ દાવ પર છે. રાજ્યમાં 121 બેઠકો પર ગુરુવારે મતદાન થશે, અને ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બાકીની 122 બેઠકો માટે ચૂંટણી 11 નવેમ્બરે યોજાશે. 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મતદાનના આ પ્રથમ તબક્કામાં ઘણી અગ્રણી હસ્તીઓનું ભાવિ દાવ પર છે. રાજ્યમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે.
દાનાપુરના બૂથ નંબર 196 પર EVM ખરાબ થવાને કારણે મતદાન ખોરવાઈ ગયું હતું. દરમિયાન દરભંગામાં ગઈકાલે મોડીરાત્રે એક યુવાન 1 લાખ રૂપિયાની રોકડ સાથે ઝડપાઈ ગયો હતો.
પહેલા તબક્કામાં 1314 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 3.75 કરોડ મતદારો કરશે. મતદાન માટે 45,341 બૂથ બનાવવામાં આવ્યા છે.
પહેલા તબક્કામાં 10 હોટ બેઠકો છે, જેમાં તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનંત સિંહ સહિત ઘણા મોટા ચહેરાઓની શાખ દાવ પર છે.
2 ડેપ્યુટી સીએમ સહિત 18 મંત્રીઓની શાખ દાવ પર છે. સુરક્ષાના સંદર્ભમાં પોલિંગ બૂથો પર 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે.