CWG 18: મૈરી કૉમે ઈતિહાસ રચતા ભારતને અપાવ્યો 18મો ગોલ્ડ મેડલ
ભારતની અનુભવી મહિલા મુક્કેબાજ એમ.સી મૈરી કૉમએ ઈતિહાસ રચતા ગોલ્ડ કોસ્ટમાં થઈ રહેલ 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. તેમણે 45-48 કિલોગ્રામ ભારવર્ગની સ્પર્ધામાં ઈગ્લેંડની ક્રિસ્ટિના ને હરાવી 5-0થી માત આપીને પહેલીવાર કૉમનવેલ્થ ગેમ્સમાં પોતાનો પ્રથમ મેડલ મેળવ્યો.
મૈરી કોમે પહેલા રાઉંડમાં ધીરજ રાખી અને તકની રહ જોઈ. તેણે તક મળતા જ પોતાના પંચોથી જવાબ આપ્યો. મૈરી કોમ પોતાના ડાબા જૈબ સારો ઉપયોગ કરી રહી હતી તે ધીરે ધીરે આક્રમક થઈ રહી હતી.
બીજા રાઉંડમાં મૈરી કૉમે પોતાનો અંદાજ કાયમ રકહ્યો. બીજી બાજુ ક્રિસ્ટિના કોશિશ કરી રહી હતી પણ તેના પંચ ચુકી રહ્યા હતા. બીજી બાજુ મૈરી કૉમ મુકાબલો આગળ વધતા વધુ આક્રમક થઈ ગઈ અને હવે જૈબની સાથી પોતાના લેફ્ટ હુકનો પણ સારો યુઝ કરી રહી હતી. હવે તે પોતાના ફુટવર્કનો સારો પ્રયોગ કરતા ક્રિસ્ટિના પર દબાણ બનાવી રહી હતી.
ત્રીજા અને અંતિમ રાઉંડમાં ક્રિસ્ટિના પણ આક્રમક થઈ ગઈ હતી અને પાંચ વારની વિશ્વ ચેમ્પિયનને સારી ટક્કર આપી રહી હતી, પણ મૈરી કૉમ પોતાના ડિફેંસ પણ મજબૂત રાખતા જીત મેળવી.