શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (12:07 IST)

બોલીવુડ અભિનેતા Kader Khanનું 81 વર્ષની વયે કેનેડાની હોસ્પિટલમાં નિધન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરમાં મૃત્યું થયું છે. . કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી હતી  ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 
કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા  કાદર ખાન  1970-75 સુધી મુંબઈની એમ એચ સાબુ સિદ્દિક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા.  કોલેજના એન્યુઅલ ડે ફંક્શન સમયે બોલિવૂડ એક્ટર દિલીપ કુમારે તેમને ફિલ્મ માટે સાઈન કર્યાં હતાં. કાદર ખાન થિયેટર્સ માટે સ્ક્રિપ્ટ લખતા હતાં.
 
300થી વધુ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
 
કાદર ખાને પોતાની કરિયરમાં 300થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જ્યારે 250થી વધુ હિંદી-ઉર્દૂ ફિલ્મ્સમાં ડાયલોગ્સ લખ્યા છે. તેમણે 1970થી 2015 સુધી કામ કર્યું છે. ફિલ્મ 'રોટી'ના ડાયલોગ માટે ડિરેક્ટેર મનમોહન દેસાઈએ કાદર ખાનને એક લાખ 21 હજાર રૂપિયા આપ્યાં હતાં. કાદર ખાને વિલન, કોમેડિયન તથા કેરેક્ટર રોલ્સ કર્યાં છે. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.