1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. anushka-sharma-s-upcoming-movie-pari-s-teaser-here

VIDEO: 'પરી' નું ટીઝર જોઈને કાંપી જશો... કમજોર દિલવાળા ન જુઓ

'પરી' નું ટીઝર
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ 'પરી'નુ ટીઝર રીલીઝ થઈ ગયુ છે.  ફિલ્મનુ ટીઝર ખૂબ જ ભયાનક છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનુ ટીઝર શેયર કર્યુ છે. 
 
ટીઝર શેયર કરતા અનુષ્કાએ લખ્યુ ... આ એક રિમાઈંડર છે કે કોઈ આ કોઈ ફેયરીટેલ (પરીની વાર્તા) નથી.  પરી ટીઝર પહેલા પરીના કેટલાક પોસ્ટર અને વીડિયો આવી ચુક્યા છે પણ ટીઝર એ બધાથી એકદમ જ અલગ છે.

 
અનુષ્કા ફિલ્મમાં એકદમ જ જુદા અંદાજમાં જોવા મળશે. ભૂત પર અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તે ફિલ્લોરી માં પણ ભૂતનીના રોલમાં જોવા મળી હતી. જો કે ફિલ્લોરી અને પરી બંને ખૂબ જ જુદા રોલ છે. 
આગળનો લેખ
Lakme Fashion Week: ગોર્જિયસ લુકમાં જોવા મળી કરીના