મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (12:15 IST)

પ્રેગનેંસીના સવાલ પર અનુષ્કાને આવ્યો ગુસ્સો, આપ્યો આવો જવાબ

અનુષ્કા શર્મા હાલ પ્રેગ્નેંસીની અફવાહને લઈને ચર્ચામાં છે. આવુ પહેલીવાર નથી થયુ જ્યારે બોલીવુડમાં કોઈ અભિનેત્રીની પ્રેગ્નેટ હોવાના અફવા ઉડે છે. લગ્ન પછી દરેક અભિનેત્રીની પ્રેગ્નેંસીને લઈને અનેક પ્રકારની વાતો ફેલાય છે કે પછી ઈંટરવ્યુમાં તેમને પ્રેગ્નેંસીને લઈને સવાલ કરવામાં આવે છે.  આવુ જ એ દિલ હૈ મુશ્કેલ ફેમ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થયુ.  તેમને પ્રેગ્નેસીની અફવાઓને લઈને સવાલ કરવામાં આવ્યો. અનુષ્કાએ ગુસ્સે થઈને તેનો જવાબ આપ્યો. 
અનુષ્કાએ ફિલ્મફેયરને આપેલ તાજેતરના ઈંટરવ્યુમાં કહ્યુ - લોકોએ ઓછામાં ઓછી આટલી છૂટ તો આપવી જોઈએ કે સેલિબ્રિટીજ પોતાની લાઈફ આરામથી જીવે. એક અભિનેત્રી લગ્ન કરે છે અને જે આગળનો સવાલ તેમને પૂછવામાં આવે છે એ તેની પ્રેગનેંસી સાથે જોડાયેલો છે કે જ્યારે ડેટ કરી રહી હોય છે તો એ સવાલ હોય છે કે લગ્ન ક્યારે કરવાની છે. આ બેકારની વાતો છે. તમારે બીજાને કમસે કમ તેની લાઈફ જીવવા દેવી જોઈએ.  કેમ એવુ વાતાવરણ બનાવી દેવામાં આવે છે જ્યા કોઈ વ્યક્તિને બળજબરીપૂર્વક સફાઈ આપવી પડે છે.  મને આ જ વાત સૌથી ખરાબ લાગે છે.  શુ મને કંઈ પણ ક્લિયર કરવાની જરૂર છે ? નહી. 
વર્ક ફ્રંટની વાત કરીએ તો અનુષ્કા શર્મા શાહરૂખ ખાનની ફિલ્મ જીરોમાં જોવા મળી હતી. આ વાત જુદી છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ મોટો કમાલ ન કરી શકી પણ અનુષ્કાનો અભિનય સૌને ખૂબ પસંદ આવ્યો.  ફિલ્મમાં તે ડિફ્રેંટલી એબલ્ડ નાસા સાઈંટિસ્ટના રોલમાં હતી.  પર્સનલ લાઈફની વાત કરીએ તો તે થોડા સમય પહેલા પતિ વિરાટ કોહલી સાથે યુકેમાં હતી.   સેમીફાઈનલના મોટા મુકાબલામાં ન્યુઝીલેંડ સામે હાર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ થોડા દિવસ યુકેમાં વિતાવ્યા હતા. આ દરમિયાનની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.