રવિવાર, 27 નવેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: મંગળવાર, 15 જૂન 2021 (16:13 IST)

અક્ષય કુમારની ફિલ્મ "બેલ બૉટમ" ના ઈંતજાર પૂરું, જાણો ક્યારે રીલીજ થશે ફિલ્મ

કોરોના મહામારીના વચ્ચે અક્ષય કુમારના ફેંસ માટે એક સારી ખબર છે. અક્ષયની મોસ્ટઅવેટેડ ફિલ્મ બેલ બૉટમ  (Bell Bottom) હવે જલ્દી જ થિયેટરમાં રીલીજ કરાશે અને ગ્રીન સિગ્નલ મળી ગયુ છે. અક્ષય કુમાર આ વર્ષે પ્રથમ એવા એક્ટર બની ગયા છે જેની ફિલ્મ બેલ બૉટમને વર્લ્ડ વાઈડ થિયેટર રિલીજ મળી રહી છે. દુનિયાભરમાં આ ફિલ્મ  27 જુલાઈ 2021ને રીલીજ કરાશે. ફિલ્મની રીલીજથી સંકળાયેલો ટીઝર પહેલા જ લાંચ થઈ ગયુ છે. જેમાં અક્ષય ફાર્મલ સૂટ પહેરીને હાથમાં એક મોટો બેગ લઈ દીવાર પર લખેલી તારીખની તરફ વધે છે. ત્યારબાદ અક્ષય 27 જુલાઈ પર આવીને રોકાય છે. 
 
અક્ષય કુમારએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરતા લખ્યુ - હું જાણુ છુ કે તમે લોકો આતુરતાથી બેલ બૉટમની રીલીજની રાહ જોઈ રહ્યા છો. તેમની આ ફિલ્મની રીલીજ ડેટને અનાઉંસ કરી હું તેનાથી વધારે 
ખુશ નથી થઈ શકું. ફિલ્મ દુનિયાભરમાં મોટા સ્ક્રીન પર આવી રહી છે. બેલ બૉટમ  27 જુલાઈ 2021ને રીલીજ થશે. જણાવીએ કે ફિલ્મની શૂટિંગ કોરોના મહામારીના દરમિયાન જ વિદેશોમાં થઈ હતી. અક્ષયના 
સિવાય હુમા કુરેશી, વાણી કપૂર, લારા દત્તા સાથે ઘણા સેલેબ્સ કામ કરી રહ્યા છે. 
 
આવી છે ફિલ્મની સ્ટોરી 
આ ફિલ્મની સ્ટોરી એક રહસ્યમય પ્લેન હાઈજેકિંગને લઈને છે. રિપોર્ટ મુજબ  "બેલ બૉટમ" ની સ્ટોરી 80ના દશકમાં થઈ પ્લેન હાઈજેકિંગ પર બેસ્ડ છે. જેમાં અક્ષય કુમાર એક જાસૂસનો ભૂમિકા ભજવશે જે ભારતીય વિમાનના કિડનેપની ગૂંચવણ ઉકેલે છે. તેમજ લારા દત્તા તે સમયની પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના રોલમાં જોવાશે. ફિલ્મમાં વાણી કપૂર અક્ષય કુમારના અપૉજિટ નજર આવશે.