ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શુક્રવાર, 16 નવેમ્બર 2018 (15:06 IST)

અક્ષય કુમાર પોતાની દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા(see video)

9 સપ્ટેમ્બર 1976ના રોજ અમૃતસરમાં જન્મેલા બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષયે બોલીવુડમાં એક એક્શન હીરોના રૂપમાં શરૂઆત કરી હતી. પણ આજે અક્ષય દરેક પ્રકારની ફિલ્મોકરી રહ્યા છે. અક્ષયની કૉમિક ટાઈમિંગ ખૂબ જ લાજવબા છે.  તો બીજી બાજુ તેમના લવ અફેયર્સ પણ એટલાજ મજેદાર છે. 
 
ટ્વિંટલ ખન્ના સાથે લગ્ન કરતા પહેલા અક્ષય દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરવા માટે જાણીતા હતા. અક્ષય કુમારનુ નામ 90ની લગભગ દરેક મોટી એક્ટ્રેસ સાથે જોડાયુ. 
 
એક ઈંટરવ્યુમાં અક્ષયની એક્સ ગર્લફેંડ શિલ્પા શેટ્ટીએ અક્ષય સાથે જોડાયેલ મજેદાર વાત શેયર કરી હતી. શિલ્પાએ જણાવ્યુ હતુ, "અક્ષય કુમાર પોતાના પ્રેમનો વિશ્વાસ અપાવવા માટે પોતાની ગર્લફ્રેંડ સાથે જલ્દી સગાઈ કરી લેતા. અક્ષય પોતાની દરેક ગર્લફ્રેંડને મોડી રાત્રે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં લઈ જતા અને ત્યા લગ્ન કરવાનુ વચન આપતા. પણ જેવી અક્ષયના લાઈફમાં કોઈ નવી છોકરી આવતી અક્ષય પોતાનું વચન ભૂલી જતા." 
 
કંઈક આવો જ ખુલાસો અક્ષયની એક બીજી ગર્લફ્રેંડ રવીના ટંડને પણ કર્યો હતો. રવીનાએ કહ્યુ હતુ કે અક્ષય પોતાની દરેક પ્રેમિકાને એવો અહેસાસ કરાવતા કે તેઓ તેને સૌથી વધુ પ્રેમ કરે છે અને તેની સાથે સગાઈ કરવા માંગે છે.  \
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

17 જાન્યુઆરી 2001ન રોજ ટ્વિંકલ ખન્ના સાથે લગ્નના બંધનમાં બંધાયેલ અક્ષય આજ એક સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે અક્ષય ટ્વિંકલ સાથે લગ્ન કરવાના મૂડમાં નહોતા પણ ટ્વિંકલની માતા ડિંપલ કાપડિયાના દબાણ આગળ અક્ષયને નમતુ લેવુ પડ્યુ અને છેવટે બંનેયે લગ્ન કરી લીધા. બંનેના બે બાળકો પણ છે. 

90ના દસકામાં શિલ્પા સાથે હતુ અફેયર 
 
ટ્વિંકલ ખન્ના પહેલા અક્ષયનુ અફેયર શિલ્પા શેટ્ટી સાથે હતુ. 90ના દસકામાં અક્ષય અને શિલ્પા બોલીવુડના હોટ કપલ્સમાંથી એક હતા. શિલ્પાએ એક ઈંટરવ્યુમાં ખુદ આ વાત એક્સેપ્ટ કરી હતી કે તેણે અને અક્ષયે સગાઈ કરી લીધી હતી. પણ અક્ષયના દિલફેંક વલણથી તે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયો. જો કે હવે બંનેના સંબંધો ખૂબ જ નોર્મલ છે અને આ બંને બિઝનેસ પાર્ટનર પણ બની ચુક્યા છે.  

રેખા સાથે પણ જોડાયુ હતુ નામ 
 
અક્ષયના અફેયરની ચર્ચા બોલીવુડની એવરગ્રીન હીરોઈન રેખા સાથે પણ સાંભળવા મળ્યુ હતુ. એવુ માનવામાં આવે છે કે ખિલાડીઓ કે ખિલાડીના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી. રેખા વયમાં અક્ષયથી ખૂબ મોટી હતી. પોતાના લિંક અપને લઈને રેખા અને અક્ષયે ક્યારેય કશુ નહોતુ કહ્યુ.  

રવિનાને પણ કર્યુ ડેટ 
શિલ્પા શેટ્ટી પહેલા અક્ષય કુમારનુ અફેયર બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે હતુ. રવીના ટંડન પોતાના સમયમાં ખૂબ જ ગ્લેમરસ હીરોઈન હતી. એવુ પણ કહેવાય છેકે જ્યારે અક્ષય રવીનાને ડેટ કરી રહ્યા હતા એ જ સમયે તેઓ શિલ્પાને પણ ડેટ કરી રહ્યા હતા. કદાચ આ જ કારણે રવીના સાથે અક્ષયના રિલેશન આગળ ન વધી શક્યા. અને બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ.