સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2017 (15:27 IST)

Photos - એકબીજાના થઈ ગયા સમંથા અને ચૈતન્ય. .. જોતા રહી જશો લગ્નના ફોટા

ટૉલીવુડના મોસ્ટ ફેવરેટ કપલ નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય અને સમંથા રૂથ લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. 
7 વર્ષ સુધી એકબીજાની સાથે રિલેશનશિપમાં રહેલ આ કપલ છેવટે જન્મો જન્માંતર માટે એક થઈ ગયા છે.  ગોવામાં ધૂમધામથી 
બંનેના લગ્નનું ફંક્શન ઉજવાયુ.  ઉલ્લેખનીય છે કે ગઈકાલે બંને હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા. આજે સાંજે કૈથોલિક રીતિ રિવાજથી તે ફરીથી લગ્ન કરશે. 
આ અવસર પર નાગા ચૈતન્યએ કુર્તા પહેર્યો છે.  જેમા તે ખૂબ હેંડસમ લાગી રહ્યા છે. બીજી બાજુ સમંથાએ લાઈટ ગોલ્ડન કલરની સાડી પહેરી છે. દુલ્હનના ડ્રેસમાં સમંથા ખૂબ સુંદર લાગી રહી છે. 
કૈથોલિક રૂપે લગ્ન થયા પછી હવે 9 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં ગ્રેંડ રિસેપ્શનનુ આયોજન કરવામાં આવશે. જેમા ટૉલીવુડના તમામ સેલેબ્રિટી સામેલ થશે. શાહી લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 
આ કપલને આશીર્વાદ આપવા માટે 150 લોકો સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ લગ્નમાં લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ 
 
કરવામાં આવી રહ્યા છે. 
 
3 દિવસના સેલિબ્રેશન પછી સમંથા અને નાગા ચૈતન્ય પોતાની ફિલ્મોના અધૂરા કામ પૂરા કરશે. 
 
બંનેના લગ્નના દરેક ફંક્શનને ખૂબ જ ખાસ બનાવાયા છે. મેંહદીના ફંક્શનની કેટલીક તસ્વીરો સમાંથા એ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. 
પોતાના મેંહદીના ફંક્શનમાં સમાંથા એ એક પેસ્ટલ રંગનો લહેંગો પહેર્યો છે અને તેની સાથે તેણે મેચિંગ એસેસરીઝને કૈરી કરી છે. 
 
બીજી બાજુ બતાવાયુ છે કે લગ્નમાં લગભગ 150 લોકો પહોચ્યા હતા.  અનેક મોટા સ્ટાર્સે તેમના લગ્નમાં હાજરી આપી છે.  તેમના લગ્નના બધા રિવાજ શાનદાર રીતે સંપન્ન થયા છે. 
 
આ તસ્વીરમાં સમંથા ખૂબ સુંદર લાગી રહી છે.