શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (16:16 IST)

જીતની ખુશીમાં ડિમ્પલ કાપડિયાના ઘરે ચા પીવા ગયા સની દેઓલ

સની દેઓલ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીની તરફથી લોકસભા ચૂંટ્ની લડી અને જીત્યા પણ. અભિનય પછી રાજનીતિના અખાડામાં તેમણે પગ મુક્યો છે. અને તેમને આશા છેકે ફિલ્મોની જેમ તેઓ રાજનીતિમાં પણ સફળતા મેળવશે. 
 
બીજી બાજુ ડિમ્પલ કાપડિયાને ક્રિસ્ટોફર નોલાનની ટેનેટ નામની હોલીવુડ મુવી મળી છે. ડિમ્પલ આ બંને ફિલ્મોમાં કામ કરવા નથી માંગતી પણ આટલી સરસ ઓફર તે ઠુકરાવી નહી શકી. 
 
ડિમ્પલે ખુશીના અવસર પર તરત જુહુ સ્થિત પોતાના એપાર્ટમેંટમાં હાઈ ટી પાર્ટી રાખી. તેમા ડિમ્પલ, તેની પુત્રી ટ્વિકલ અને જમાઈ અક્ષય કુમારની સાથે સની દેઓલ પણ જોવા મળ્યા. જો કે સની ખૂબ જ વ્યસ્ત છે. તેથી ઉતાવળમાં આ આયોજન કરવામાં આવ્યુ.  નવાઈની વાત એ છે કે આ પાર્ટીમાં અશા ભોંસલે પણ આવી ગઈ. 
 
તેમણે ડિમ્પલ અને સનીને શુભેચ્છા આપી. આશાના આવવાથી ડિમ્પલે તેમને મહારાષ્ટ્રીયન ડિશેજ પીરસી. આશાએ સની, અક્ષય અને ડિમ્પલ સાથે સમય વિતાવ્યો. 
નવાઈની વાત તો સની દેઓલમાં આવેલ ફેરફારની છે. સની દ્વારા રાજનીતિમાં ડગ માંડવો એ જ ચોંકાવનારા સમાચાર છે. તેઓ મીડિયા અને લોકોથી હંમેશા દૂર રહ્યા છે. પણ હવે તેઓ ઈંટરવ્યુ આપવા ઉપરાંત લોકોને આગળ ચાલીને મળી રહ્યા છે. 
 
ડિમ્પલના ઘરે તેમનુ આ રીતે જવુ એ કોઈ આશ્ચર્યથી ઓછુ નથે. બધા જાણે છે કે ડિમ્પલ અને સનીની દોસ્તી વર્ષો જૂની છે. ફિલ્મ મંઝીલ મંઝીલની શૂટિંગ દરમિયાન બંને પાક્કા મિત્ર બની ગયા અને આ મૈત્રી હજુ સુધી ચાલી રહી છે. પણ સની અને ડિમ્પલે ક્યારેય પણ આ વિશે વાત કરવી પસંદ ન કરી. પણ હવે સની અને ડિમ્પલનુ આ રીતે મળવુ બતાવી રહ્યુ છે કે સની હવે ખુલી ગયા છે અને તેમને આ વિશે પરવા કરવુ બંધ કરી દીધુ છે.