ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 2 માર્ચ 2024 (12:59 IST)

પૂર્વ IAS અને ટાઇગર ફેમ દિગ્ગજ અભિનેતાનું નિધન

Former IAS and Tiger fame veteran actor passes away
Former IAS and Tiger fame veteran actor passes away


- . શિવરામ ICUમાં વેન્ટિલેટર પર હતા
-  તેઓ એક પ્રતિષ્ઠિત IAS અધિકારી, અને  ડૉ. આંબેડકરના કટ્ટર અનુયાયી હતા
-  કન્નડમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ
 
કન્નડ  અભિનેતા અને રાજનેતા કે શિવરામનુ 70 વર્ષની વય 29 ફેબ્રુઆરીના રોજ નિધન થઈ ગયુ. તેમને 1993માં આવેલી બા નલ્લી મઘુ ચંદ્રકે  અને 2017ની ટાઈગર માં પ્રશંસનીય અભિનય માટે ઓળખવામાં આવે છે.  રિપોર્ટ્સ મુજબ અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુની એચસીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં પણ ડોક્ટરો તેને બચાવી શક્યા ન હતા. શિવરામ ICUમાં વેન્ટિલેટર પર હતા અને ગયા બુધવારે તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તેમના નિધનથી તેમના મિત્રો, સહકર્મીઓ અને ચાહકોને આઘાત લાગ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિવરામને શ્રદ્ધાંજલિ આપી છે.
 
મલ્લિકાર્જુને બતાવ્યુ દુખ 
અભિનેતાની એક જૂની તસ્વીર શેયર કરતા ખડગેએ એક્સ પર લખ્યુ  IAS અધિકારીમાંથી અભિનેતા બનેલા કે શિવરામના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. જેઓ કન્નડમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ બનવાનું ગૌરવ ધરાવે છે. તેઓ એક વર્સેટાઈલ અભિનેતા હતા,  જેઓ ફિલ્મો પછી રાજકારણમાં પણ જોડાયા અને કર્ણાટકના લોકોની સેવામાં યોગદાન આપ્યું. તેઓ એક પ્રતિષ્ઠિત IAS અધિકારી, અને  ડૉ. આંબેડકરના કટ્ટર અનુયાયી હતા અને બંધારણ અને કાયદાને જાળવી રાખવામાં માનતા હતા. તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના.

 
શિવારામના જવાથી દુ:ખી છે બીજેપી નેતા રઘુ કૌટિલ્ય 
 
બીજેપી નેતા આર રઘુ કૌટિલ્યએ પણ અભિનેતા પ્રત્યે તેના ભૂતપૂર્વ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે ઓબીસી સમુદાયના પ્રતિક, લોકોના શુભેચ્છક, પૂર્વ IAS અધિકારી, ભાજપના નેતા, શ્રી કે. શિવરામ જી નથી રહ્યા. કર્ણાટક રાજ્ય માટે આ એક મોટું નુકસાન છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના પરિવારના સભ્યો અને મિત્રોને આ મોટી ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.'