સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (12:48 IST)

પીછે જા યાર.. કાર ફોટોગ્રાફર્સના પગ પર ચઢી જતા ડ્રાઈવર પર ગુસ્સે થઈ કરીના કપૂર

kareena kapoor
કરીના કપૂરની બેસ્ટ ફ્રેંડ મલાઈકા અરોરા ઘાયલ થયા બાદ આરામ કરી રહી છે. શનિવારે તેની કારનુ એક્સીડેંટ થઈ ગયુ હતુ. મલાઈકાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાથી બીજા દિવસે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. તે હાલ પોતાના ઘરમાં જ છે. મલાઈકાને જોવા તેની બહેન અમૃતા અરોરા અને અર્જુન કપૂર પહોંચ્યા હતા. સોમવારે કરીના પણ મલાઈકાના હાલ ચાલ જાણવા તેના ઘરે ગઈ. ત્યા પહેલાથી જ ફોટોગ્રાફર્સ હાજર હતા. આ દરમિયાન એક ફોટોગ્રાફર્સ કરીનાની કારથી ઘવાયો જેનાથી કરીના નારાજ થઈ ગઈ.
 
ડ્રાઈવર પર નારાજ થઈ કરીના 

 
કરીના જેવી ગેટમાંથી બહાર નીકળી કે તરત જ ફોટોગ્રાફર્સ તેમના ફોટો અને વીડિયો લેવા માટે પડાપડી કરવા લાગ્યા. આ દરમિયાન એક ફોટોગ્રાફરનો પગ તેમની કાર નીચે આવી ગયો અને તે પડી ગયો.  કાર  તેના પગ પર ચઢી જાય છે અને તે પડી જાય છે. કરીના તેને કહે છે, 'સંભાલો યાર...' તે આગળ વધે છે અને પછી ડ્રાઈવર પર ચીસ પાડે છે, 'પીછે જા યાર.'
 
ફોટોગ્રાફર્સને બોલી કરીના 
 
કરીનાએ ત્યારે ફોટોગ્રાફર્સને કહ્યુ, આ રીતે દોડશો નહી, કેમ ભાગી રહ્યા છો ? સેલિબ્રિટી ફોટોગ્રાફર્સ વિરલ ભયાનીએ વીડિયો શેયર કરતા લખ્યુ - ફોટોગ્રાફર્સ હોવાની બીજી સાઈડ ઈફેક્ટ એ છે કે કલાકારોને કેપ્ચર કરવામાં જોખમ હોય છે.  જ્યારે કરીના કપૂર મલાઈકા અરોરાના ઘરેથી નીકળ રહી હતી તો અમારા એક સાથી યુવકનો પગ તેની કારની આગળ આવી ગયો. 
 
ઓટીટીની ફિલ્મ કરી રહી છે કરીના 
 
કરીનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્દવૈત ચંદન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય કરીના પાસે નેટફ્લિક્સની ફિલ્મ છે, જેના નિર્દેશક  સુજોય ઘોષ છે.  આ ફિલ્મમાં કરીના સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે.