મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (14:41 IST)

B'day SPL: 39 વર્ષથી પિતાનો રોલ ભજવી રહ્યા છે આલોક નાથ, જાણો તેમના વિશે આ જરૂરી વાતો

ફિલ્મ અને ટીવી એક્ટર આલોકનાથનો આજે જન્મદિવસ છે. આલોકનાથે મોટાભાગની ફિલ્મ અને સીરિયલમાં બાબુજી નો રોલ ભજવ્યો છે. આલોક નાથનો જન્મ બિહારના ખગડિયામાં 10 જુલાઈ 1956ના રોજ થયો હતો.   આલોક નાથનુ બાળપણ દિલ્હીમાં વીત્યુ. શરૂઆતથી જ આલોક નાથને એક્ટિંગમાં ખૂબ રસ હતો. 
 
આલોક નાથે વર્ષ 1982માં ગાંધી ફિલ્મ દ્વારા ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. આ ફિલ્મ પસંદ કરવામાં આવી.  અહી સુધી કે ફિલ્મને એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ પિક્ચર પણ મળ્યો.  ત્યારબાદ તેઓ અમર જ્યોતિ, સારાંશ, આજ કી આવાજ, અપના જહા, ફાંસલે, કચ્ચી કલી, મૈને પ્યાર કિયા, અગ્નિપથ, લાડલા, સાજન કા ઘર, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, હથકડી અને હમ દોનો જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. 
 
ફક્ત ફિલ્મી જ નહી પણ અનેક સીરિયલમાં પણ તેઓ એક પિતાનો રોલ ભજવી ચુક્યા છે. 
 
મીટુ માં ફંસાયા હતા આલોકનાથ... 
 
ગયા વર્ષે શરૂ થયેલ મીટૂ મૂવમેંટમાં આલોક નાથનુ નામ પણ સામે આવ્યુ હતુ. ટીવી પ્રોડ્યુસર વિંટા નંદાએ તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો. બંનેયે ટીવી શો તારામાં સાથે કામ કર્યુ હતુ. ત્યારબાદ એક્ટ્રેસ દીપિકા અમીને પણ તેમના પર આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે ઈંડસ્ટ્રીમાં બધા જાણે છે કે આલોકનાથ દારૂડિયા છે. અને મહિલાઓની છેડતી કરે છે.  ત્યારબાદ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં તેમની પુત્રવધુનો રોલ ભજવનારી એક્ટ્રેસ રેણુકા શહાણે એ પણ તેમનુ સમર્થન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મને યાદ છે કે તમે અનેક વર્ષો પહેલા મને આ વાત બતાવી હતી.  તમે સાહસી છો કે તમે સામે આવીને આ શોષણ વિશે વાત કરી રહ્યા છો.