રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 મે 2018 (15:59 IST)

પ્રિયંકાને કેમ જોઈએ છે પાગલ અને ઝનૂની પતિ

35 વર્ષની થઈ ગઈ છે પ્રિયંકા ચોપડા. તેના પરિવારના લોકો ઈચ્છે છે કે હવે પ્રિયંકા લગ્ન કરી લે. પ્રિયંકા પણ આવુ જ ઈચ્છે છે.  પણ પરેશાની છે છોકરાની. પીસીને કોઈ છોકરો ગમી જ નથી રહ્યો. 
 
પ્રિયંકાને જ્યારે એવુ પુછવામાં આવ્યુ કે તો તેણે કહ્યુ કે મન એવો પુરૂષ જોઈએ જે સંપૂર્ણ રીતે મને કાબુમાં રાખી શકે.  તેને લઈને પજેસિવ હોય.  તે જ્યારે પણ ક્યાક જાય તો તેને હકથી પુછે તુ ક્યા જઈ રહી છે.  સાથે જ તે કહે છે કે પતિ ભલે બોલીવુડનો હોય કે ન હોય. તેને કોઈ ફરક નથી પડતો. પણ હા પ્રિયંકા એવુ જરૂર ઈચ્છે છે કે તે તેને લઈને પાગલ હોય. જુનૂની હોય અને ખૂબ ખૂબ પ્રેમ કરનારો હોય.  સ્પષ્ટરૂપે પોતાની વાત કરનારો હોય. 
પ્રિયંકાને લાગે છે કે મોટાભાગના લોકો પોતાના મનની વાત મનમાં જ રાખે છે. સ્પષ્ટ કહેતા નથી. આવા લોકો તેને પસંદ નથી. પ્રિયંકા ડૂબીને પ્રેમ કરવામાં વિશ્વાસ કરે છે. તે મૂવી જોવા કે ફરવા જવા માટે બોયફ્રેંડ નથી ઈચ્છતી.  તેનુ કહેવુ છે કે કોઈ જેવા તેવા સાથે ટાઈમ પાસ કરવા કરતા તો હુ સિંગલ જ રહેવુ પસંદ કરીશ.  મારા અને મારા પરિવાર સાથે સમય વિતાવવુ વધુ પસંદ કરીશ. 
પ્રિયંકાનો મિજાજ કોઈને કોઈ ખોડખાંપણ કાઢનારો છે. તેથી તેને કોઈ છોકરો ગમી જાય એ થોડુ મુશ્કેલ છે. પણ એનો વિશ્વાસ એ વાત પર પણ છે કે દુનિયામાં તેમને માટે કોઈપણ બન્યુ નથી.  જેથી તે એક દિવસ તો તેને શોધી જ લેશે કે પછી 'વો બંદા' તેને શોધી લેશે.  હવે જોવાની વાત એ છે કે તેમનો આ સપનાનો રાજકુમાર તેમના સુધી પહોંચવામાં કેટલો સમય લગાવે છે?