1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. news of gujarat

મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં 'રૉયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ' રેસ્ટોરાં નું કર્યું ઉદ્ઘાટન

મશહૂર ખલનાયક

હમ, દેશદ્રોહી, ઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ફિલ્મ અને ટીવી અભિનેતા અને ઇન્ડસ્ટ્રીના જાણીતા વિલનશિવાએ 25એપ્રિલ 2018ના ચિરાગ પટેલ અને ભાવેશ પટેલની નવી અને શાનદાર રેસ્ટોરાં 'રૉયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હૉલ' નું ઉદ્ઘાટન કર્યું હતું.રેસ્ટોરાં વડોદરાનાખ્યાતનામ વિસ્તાર બિકાનેર હોઉસ વાટર ટેંક રોડ, સાઈબાબા મંદિર સામે,કારેલીબાગ,વડોદરામાં આવેલી છે. રેસ્ટોરાંના માલિકચિરાગ પટેલ અને ભાવેશ પટેલે આઅવસરે કહ્યું કે, અમારી રેસ્ટોરાંમાં વડોદરાવાસીઓને ચટ કેદાર ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝઅને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકશે. ઉપરાંત અહીં60 થી 65 લોકો માટે એકદમ સુવિધાજનક બેન્ક્વેટ હૉલ પણ ઉપલબ્ધ છે જ્યાં પાર્ટી, મીટિંગનુંઆયોજન થઈ શકે છે.
 

        ઉદ્ઘાટન કરવા આવેલા શિવાએ કહ્યું કે, અહીં મને પોતીકાપણું લાગે છે કારણ અહીંના લોકો ઘણા માયાળુ છે. વડોદરાના રહેવાસીઓએ મને જેપ્રેમ આપ્યોછે એ હું કદી ભૂલી શકીશ નહીં. મેં રેસ્ટોરાંની વાનગીઓ પણ ટેસ્ટ કર્યા બાદ એવું લાગ્યું કે વડોદરાના ફૂડીઝ માટે આ શ્રેષ્ઠ લોકેશન છે.
 

       ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના નામવંત મહાનુભાવો શિવા,ચિરાગ પટેલ,ભાવેશ પટેલ સાથે સમાજસેવક દિલીપ પટેલ,પ્રવીણભાઈ પટેલ,ધીરજભાઈપટેલ,આનંદભાઈ પટેલ,દલસુખભાઈ પ્રજાપતિ, મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.   

આગળનો લેખ
પહેલીવાર ટ્રોલ થઈ મોનાલિસા, રેડ ગાઉન પર મળ્યા અશ્લીલ કમેંટ