સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:52 IST)

ગુજરાતના કાયમી પોલિસવડા તરીકે શિવાનંદ ઝાની નિમણૂંક

ગુજરાતના નવા ડીજીપી તરીકે 1983 બેચના શિવાનંદ ઝાની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે બુધવારે બપોરે કરી હતી. શિવાનંદ ઝા 2020 એપ્રિલ મહિના સુધી ગુજરાતના ડીજીપી તરીકે કાર્યરત રહેશે. પી સી ઠાકુરની બદલી કર્યા બાદ છેલ્લા લગભગ 22 મહિનાથી વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ડીજીપીની જગ્યા ચાર્જથી ચાલતી હતી. સૌ પ્રથમ પી પી પાન્ડેય, ગીથા જૌહરીને અને ત્યાર બાદ પ્રમોદ કુમારને ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમાયા હતા

જોકે કાયમી ડીજીપીની જગ્યા તે સમયે પણ ખાલી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમ્યાન પણ ગુજરાતમાં ઈન્ચાર્જ ડીજીપીની જ કામગીરી ચાલી હતી. 1983 બેચના શિવાનંદ ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અત્યંત વિશ્વાસુ હોવાથી તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ ઉપરાંત આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી ડીજીપી પદે અંગત વ્યક્તિ હોવું જરૂરી હોવાથી શિવાનંદ ઝાની નિમણૂંક કરાઈ છે.