શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:20 IST)

નર્મદાના નીરના વપરાશનોનર્મદાના નીર ખેડૂતોને હિસાબ આપે

મધ્ય પ્રદેશમાં ઓછો વરસાદ પડયો હોવાને નામે ગુજરાતને મળતા કુલ ૯ મિલયન એકર ફીટમાંથી માત્ર ૪.૭૧ મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો જ મળ્યો હોવાનું જણાવીને ખેડૂતોને પાણીના પુરવઠાથી વંચિત રાખી રહેલી ગુજરાત સરકાર સામે આગામી ૧૨મીથી ૧૬મી માર્ચ સુધી ગુજરાતના ખેડૂતો ગાંધીનગરમાં દેખાવો યોજશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે ગુજરાતને મળેલા ૪.૭૧ મિલિયન એકર ફૂટ જળમાંથી ૧.૦૬ મિલિયન એકર ફૂટ પાણી પેય જળ અને ઉદ્યોગોના વપરાશ માટે છે,રંતુ બાકીનું ૩.૬૫ મિલિયન એકર ફૂટ પાણી ગયું ક્યાં તેનો હિસાબ સરકાર ગુજરાતના ખેડૂતોને આપવો પડશે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તાારના અને કચ્છના મતદારોને આકર્ષવા માટે રાજકોટનો આંજી ડેમ ભરવા, કચ્છનો ટપર ડેમ ભરવા અને અમદાવાદના રિવરફ્રન્ટને રેલમછેલ કરી દેવા માટે તેમાંનો મોટો જથ્થો વાપરી નાખવામાં આવ્યો છે. હવે ગુજરાતના ખેડૂતો માટ તેમની પાસે પાણી જ નથી. આ સંજોગોમાં ખેડૂતોના ભોગે સરકારે મતદાતાઓને આકર્ષવા માટે પાણીનો ઉપયોગ કરી નાખ્યો હોવાનો ખેડૂત નેતાઓનો આક્ષેપ છે. ખેડૂત નેતા સાગર રબારીના વડપણ હેઠળ ગાંધીનગરમાં પાંચ દિવસનું આંદોલન છેડવામાં આવશે. નર્મદાના પાણીની મદદથી ગુજરાતના ૧૮.૪૫ લાખ હેક્ટર જમીન માટે ખેતીનું પાણી મળી રહે છે. પરંતુ ગુજરાતમાં આ વરસે અત્યાર સુધીમાં માંડ ૫ લાખ હેક્ટર જમીનને પાણી મળી શક્યું છે. આ સ્થિતિમાં બાકીનું પાણી ખરેખર ગયું ક્યા તે મુદ્દે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે. સરકારે ઓછામાં ઓછું એક લાખ એકર ફૂટ પાણી અન્ય કોઈ જગ્યાએ ડાયવર્ટ કરી દીધું હોવાની ખેડૂતોને આશંકા છે. ખેડૂતોની કૃષિ ઉપજના ભાવ આપવામાં સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે. તેમની આવક બમણી કરવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ ટેકાના ભાવ આપવાને મુદ્દે પણ સરકાર કઈ ફોર્મ્યુલાથી તેમને નાણાં આપવાની છે તે અંગે કોઈ જ સ્પષ્ટ ચિત્ર મળતું નથી. કેન્દ્ર સરકાર ટેકાના ભાવના નાણાં આપશે કે રાજ્ય સરકાર આપશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટેકાના ભાવ નક્કી કરતાં પહેલા સરકારે ખેડૂતો સાથે પણ તે મુદ્દે ચર્ચા કરવી જોઈએ. વીજળીના દર અંગે પણ વિસંગતતા જોવા મળી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ૨૦૦૨ પહેલાના અને પછીના વીજ જોડાણોમાં યુનિટદીઠ વીજદરમાં ૨૦ પૈસાનો તફાવત છે. તેને પરિણામે એક જ સરખી વીજળી મેળવતા ખેડૂતોએ જુદી જુદી કિંમત ચૂકવવી પડી રહી છે. તેથી કેટલાક ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂત વિરોધી કાયદાકીય જોગવાઈઓ પણ દૂર કરવાની માગણી ખેડૂત નેતાઓ કરવાના છે. આ કાયદાઓમાં સિંચાઈ અધિનિયમ ૨૦૧૩, એસ.આઈ.આર. એક્ટ ૨૦૦૯, તથા જમીન સંપાદન ધારાની ખેડૂત વિરોધી જોગવાઈઓ દૂર કરવાની માગણી કરવામાં આવશે.