મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 4 મે 2019 (14:27 IST)

સલમાન ખાને કટરીના કૈફને કહ્યુ, જો પ્રિયંકાએ થોડો વધુ ટાઈમ આપ્યો હો તો...

સલમાન ખાને ફેંસ માટે ઈદનો અવસર ખૂબ જ ખાસ હોય ચે. તેમની ફિલ્મ ભારત થિયેટરમાં આવવાની છે. આ ફિલ્મમાં કટરીંના કૈફ, દિશા પાટની, તબ્બૂ, સુનીલ ગ્રોવર જેવા મોટા મોટા કલાકાર છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે ડાયરેક્ટ કરી છે.  આ ફિલ્મમાં એક માણસના 6 દસકાની જીંદગીને બતાવાઈ છે.  તાજેતરમાં જ સલમાન ખાન, કટરીના કૈફ અને અલી અબ્બાસ જફરે સોશિયલ મીડિયા પર પોતાના ફૈસ સાથે વાતચીત કરી. તેમણે ફેંસ દ્વારા પૂછાયેલા સવાલોનો જવાબ આપ્યો 
 
આ ચૈટ દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યુ કે એક જ ફિલ્મમાં અનેક પાત્રને ભજવવુ તેમને માટે કેટૅલુ ચેલિંજિંગ હતુ ? જેના જવાબમાં સલમાન ખાને કહ્યુ - મારે માટે ખૂબ જ ચેલેજિંગ હતુ.  કારણ કે તેમા હુ એવી યંગનો છુ જે ન તો યંગમાં આવે છે કે ન તો વૃદ્ધમાં.  તેથી મારે માટે આ ખૂબ જ ચેલેજિંગ હતુ. હુ હાલ જે વ્યમાં છુ ખુદને એ વયનો છુ ખુદને એ વયનો નથી સમજતો. જુઓ હુ જેવો છુ તેઓ જ છુ અને પિક્ચરમાં પણ એવુ જ કામ કર્યુ છે. 
 
સાથે જ કટરીના કૈફે  જણાવ્યુ કે તેમને માટે આ પાત્ર કરવુ પણ ચેલેજિંગ હતુ. કારણ કે તેમના કેરેક્ટરે ફિલ્મમાં અનેક લુક્સ કર્યા. કટરીનાએ જણાવ્યુ કે તમે કેરેક્ટરના વયમાં ફેરફાર જોવાના છો.  ખાસ કરીને અધેડનુ પાત્ર ભજવવા માટે બોડી પોર્શન યોગ્ય હોવો જોઈએ જેથી તમે એ વયના માઈંડસેટને જોઈ શકો. 
 
સલમાન ખાન અને કટરીના બંનેયે પ્રિયંકા ચોપડાના અચાનક જ આ ફિલ્મમાંથી નીકળી જવા પર પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા પોતાના લગ્નને કારણે આ ફિલ્મમાંથી નીકળી ગઈ. કટરીનાએ જણાવ્યુ કે તેને આ પાત્રની તૈયારીમાં 2 મહિના લાગ્યા. વાળ અને ચાલ ચલન ઠીક થયા પછી પાત્રની બાકી બધી વસ્તુઓ ઠીક થઈ ગઈ. 
 
 
સલમાન ખાને કટરીનાની વાત વચ્ચે જ કાપતા કહ્યુ કે પ્રિયંકાએ અમને વધુ સમય ન આપ્યો. બીજી બાજુ કટરીના માટે કહ્યુ કે તેમણે ખૂબ હાર્ડ વર્ક કર્યુ છે.