શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 ઑગસ્ટ 2018 (14:56 IST)

પ્રિયંકાની ના સગાઈમાં ઈંડિયન લુકમાં જોવા મળ્યા વિદેશી સાસુ-સસરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈ સેરેમની બંને પરિવાર અને સંબંધીઓ સામે સંપન્ન થઈ. આ અવસર પર નિક જોનસની માં ડેનિસ અને પિતા કેવિન જોનસ પણ રોકા સમારંભની પૂજામાં સામેલ થયા. તસ્વીરમાં નિક અને પ્રિયંકા સગાઈની વિધિ કરતા જોવા મળી રહય છે અને તેમની સાથે નિકના માતા-પિતા પણ બેસ્યા છે. નિકના મતા-પિતાને પણ ભારતીય રીતિ રિવાજના રંગમાં રંગાયેલા જોઈ શકાય છે. નિકની માતાએ આ અવસર પર પિસ્તા શેટના એબ્રાયડેડ સૂટ પહેરેલ જોવા મળી રહ્યો છે અને તેના પિતા સફેદ કુર્તા પાયજામાં. કદાચ પ્રિયંકાના વિદેશી સાસુ-સસરાને પહેલીવાર આ પ્રકારની ડ્રેસ પહેરવાની તક મળી છે. 
પોતાની સગાઈ સેરેમની પર પ્રિયંકા પીળા રંગના સૂટ પ્લાઝો ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાય રહી છે. આ ઉપરાંત નિક પણ ઓફ વાઈટ કુર્તા પાયજામા પહેરીને ઈંડિયન વિયર લુકમાં કમાલના લાગી રહ્યા છે. રોકા સેરેમનીની આ તસ્વીરમાં બંનેને રોકા સેરેમનીની વિધિ કરતા જોઈ શકાય છે. 
 
રિપોર્ટ્સ મુજબ પ્રિયંકા-નિકની આ વિધિ તેમના મુંબઈમાં જુહુ સ્થિત તેમના આ ઘર પર જ થઈ છે. 
 
આ અવસર પર પ્રિયંકાના નિકટના સંબંધીઓ અને મિત્ર આવ્યા છે. 
 
પ્રિયંકાના રોકા સેરેમનીમાં બહેન પરિણિતી ચોપરા પણ પીળા રંગના આઉટફિટમાં પહોચી છે. પરિણિતીના ટ્રેડિશનલ લુકને જોઈને આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે પ્રિયંકાના રોકા સેરેમનીની દ્રેસ કલર થીમ-યેલો એંડ વાઈટ છે. 
 
રોકા સેરેમની પછી શનિવારે સાંજે સગાઈ પાર્ટીનુ આયોજન કરવામાં આવશે. આ પાર્ટીમાં નિક અને પ્રિયંકાની તસ્વીરોની જોવાની રહેશે.