સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 25 ડિસેમ્બર 2022 (12:18 IST)

Tunisha Sharma death - તુનિષાનું તેના કો-એક્ટર શિજાન સાથે અફેર હતું

Tunisha Sharma death - ટીવી સીરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરનાર Tunisha Sharmaનું નિધન થયું છે. 20 વર્ષની Tunisha Sharma ની લાશ સીરિયલના શૂટિંગના સેટનાં બાથરૂમમાંથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 3 થી 3.30 વાગ્યાની આસપાસ અભિનેત્રીનો મૃતદેહ મેક-અપ રૂમના બાથરૂમમાં લટકતો મળી આવ્યો હતો. સેટ પર હાજર લોકો તુનિષાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તુનિષાને મૃત જાહેર કરી.
 
તુનિષા શર્માના મોત બાદ પોલીસ અલી બાબાના સેટ પર કામ કરતા યુનિટના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ સવાલનો જવાબ જાણવા માંગે છે કે તુનીશાએ શીઝાન ખાનના મેક-અપમાં શા માટે આત્મહત્યા કરી? 
 
ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે સાંજે અલી બાબાના સેટ પર મેક-અપ રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આરોપમાં કો-એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે આરોપી શીજાનને મુંબઈની વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તુનિષાને તેના કો-સ્ટાર શિઝાન સાથે પ્રેમ સંબંધ હતો અને 5 દિવસ પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું આ ઝઘડો તુનીશાના મૃત્યુનું કારણ બન્યો કે પછી તેના મૃત્યુનું બીજું કોઈ કારણ છે. તે તપાસ બાદ જ બહાર આવશે.
કલર્સ ટીવીની સીરિયલ 'ચક્રવર્તિ  અશોક સમ્રાટ'માં રાજકુમારીની ભૂમિકા ભજવનાર તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તુનીશાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તુનિષાના હાથમાં એક કાગળ જોવા મળી રહ્યો છે. તુનીષાએ તસવીર સાથે પોસ્ટ પણ લખી છે .