ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2022 (21:08 IST)

TV Actress Suicide - ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માની છેલ્લી પોસ્ટ થઈ વાઈરલ, તેના મૃત્યુના થોડા કલાકો પહેલા ફોટો શેર કરવામાં આવ્યો હતો

tunisha
ટીવી સીરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરનાર Tunisha Sharmaનું નિધન થયું છે. 20 વર્ષની Tunisha Sharma ની લાશ સીરિયલના શૂટિંગના સેટનાં બાથરૂમમાંથી મળી આવી હતી. કલર્સ ટીવીની સીરિયલ 'ચક્રવર્તિ  અશોક સમ્રાટ'માં રાજકુમારીની ભૂમિકા ભજવનાર તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તુનીશાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તુનિષાના હાથમાં એક કાગળ જોવા મળી રહ્યો છે. તુનીષાએ તસવીર સાથે પોસ્ટ પણ લખી છે
Tunisha Sharma "જે લોકો તેમના જુસ્સાથી પ્રેરિત છે તેઓ અટકતા નથી," તસવીરની સાથે પોસ્ટમાં લખ્યું હતું. આ પોસ્ટ વાંચ્યા પછી, તુનીષાના ચાહકો સમજી શક્યા નથી કે અભિનેત્રીએ આત્મહત્યા જેવું ભયંકર પગલું કેવી રીતે લીધું  તુનિષાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે અને તેની આસપાસ ઘણા લોકો છે. વીડિયોમાં તુનિષાનો મેકઅપ કરવામાં આવી રહ્યો છે. 20 વર્ષની ઉંમરે તુનીષા એ એક અલગ જ ઓળખ બનાવી હતી. તુનીષા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન લોકો ફોલો કરે છે જેમની સાથે તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી હતી.
 
Tunisha Sharma એ વર્ષ 2016માં ફિલ્મ 'ફિતૂર'માં કેટરિના કૈફના બાળપણનો રોલ કર્યો હતો. આ પછી તુનીશાએ ફિલ્મ 'બાર બાર દેખો'માં છોટી દિયાનું પાત્ર ભજવ્યું હતું. તુનિષા શર્માએ સીરિયલ 'શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહ'માં મહેતાબ કૌરની ભૂમિકા ભજવી હતી અને હાલમાં તે કલર્સ ટીવીની 'ઇન્ટરનેટ વાલા લવ'માં આધ્યા વર્માની ભૂમિકા ભજવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 3 થી 3.30 વાગ્યાની આસપાસ અભિનેત્રીનો મૃતદેહ મેક-અપ રૂમના બાથરૂમમાં લટકતો મળી આવ્યો હતો. સેટ પર હાજર લોકો તુનિષાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તુનિષાને મૃત જાહેર કરી.