શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (10:57 IST)

Vivek Oberoi એ ટ્વિટર દ્વારા વિવાદિત મીમ ડિલીટ કરી માંગી માફી

એક્ઝિટ પોલ્સને લઈને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેયર કરી ઘેરાયેલ એક્ટર વિવેક ઓબેરોયે મંગળવારે સવારે માફી માંગી લીધી. આ સાથે જ તેમણે જે મીમ શેયર કર્યુ હતુ તેને પણ ડિલીટ કરી દીધુ. 
વિવેકે એકસાથે બે ટ્વીટ કર્યા. પહેલા ટ્વીટમાં તેમણે લખ્યુ, ક્યારેક ક્યારેક કોઈને પહેલીવારમાં જે મજેદાર અને હાનિરહિત લાગે છે એવુ બીજાને કદાચ નથી લાગતુ. મે 
 
અગાઉ 10 વર્ષ, 2000થી વધુ અસહાય છોકરીઓના સશક્તિકરણમાં વિતાવો છો. હુ ક્યારેય કોઈ મહિલાના અપમાન વિશે વિચારી પણ શકતો નથી.  
 
બીજી બાજુ ટ્વીટમાં તેમણે લખ્યુ, 'જો મીમ પર મારા રિપ્લાયથી એક પણ મહિલા દુ:ખી છે તો તેમા સુધારની જરૂર છે. માફી માંગુ છુ. ટ્વીટ ડિલીટ કરી નાખ્યુ છે. 

 
વિવાદવાળા ટ્વીટમાં શુ હતુ ? 
 
સોમવારના દિવસે વિવેક ઓબેરોયે ત્રણ તસ્વીરોવાળુ એક મીમ પોતાના ટ્વિટર હૈડલ પરથી શેયર કર્યુ હતુ. મીમ ત્રણેય ભાગ - ઓપિનિય પોલ, એક્ઝિટ પોલ અને રિઝલ્ટમાં 
 
વહેચાયુ હતુ. ઓપિનિયન પોલમાં એશ્વર્યા સલમાન સાથે જોવા મળી રહી હતી. એક્ઝિટ પોલમાં વિવેક ઓબેરોયની સાથે અને પરિણામોમાં તે અભિષેક બચ્ચન અને આરાધ્યા 
 
સાથે જોવા મળી રહી હતી. એશ્વર્યા અને તેમની પુત્રીને મીમમાં આ રીતે પ્રદર્શિત કરવાને લઈને ઓબેરોય ન ફક્ત સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પણ રાષ્ટ્રીય મહિલા 
 
આયોગે પણ તેમની સામે લાલ આંખ કરતા મહિલા અને બાળકીનુ અપમાન માનતા નોટિસ મોકલી દીધી. 
 
ઓબેરોયે પોતાની સફાઈમાં શુ કહ્યુ હતુ ?
 
આ પહેલા મામલો વધતા વિવેક ઓબેરોયે કહ્યુ હતુ, 'જો મે કશુ ખોટુ કર્યુ છે તો હુ માફી માંગી લઈશ, પણ મને નથી લાગતુ કે મે કોઈ ભૂલ કરી છે. તેમા ખોટુ છે જ શુ ?