બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 24 જુલાઈ 2021 (07:45 IST)

HBD મનોજ કુમાર - મનોજ કુમારે દિલીપ કુમારને કારણે બદલ્યુ હતુ પોતાનુ નામ, જાણો રોચક કિસ્સો

મનોજ કુમાર (Manoj Kumar) 'રોટી, કપડા ઔર મકાન', 'પુરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ' અને 'ઉપકાર' જેવી ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અભિનેતાએ વાસ્તવિક જીવનમાં પણ પોતાના ચાર્મ અને વ્યક્તિત્વથી લોકોને એટલા જ પ્રભાવિત કર્યા હતા જેટલા તેમને પોતાની રીલ લાઈફ પાત્રો દ્વારા કર્યા હતા. આજે મનોજ કુમારનો જન્મદિવસ (Manoj Kumar Birthday) છે. આવો આ પ્રસંગે જાણીએ અભિનેતાના જીવનથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો.
 
મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો અને પાર્ટીશન પછી તેઓ પોતાના પરિવાર સાથે ભારત આવી ગયા હતા.. તેમનું અસલી નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે, પરંતુ આજે લોકો તેમને મનોજ કુમાર અથવા ભરત કુમાર તરીકે ઓળખે છે. તેમણે 1957 માં આવેલી ફિલ્મ 'ફેશન' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે તેઓ નવયુવક હતા.   તે સમયે તેઓ દિલીપકુમાર, અશોક કુમાર અને કામિની કૌશલ જેવા બોલિવૂડ કલાકારોના ખૂબ મોટા ફૈન હતા. 
 
લગભગ બધા જ જાણે છે કે મનોજ કુમારનુ નામ અસલી નામ નથી, પરંતુ તેમણે  પોતાનું નામ કેવી રીતે બદલ્યું તેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે કે તે જ્યારે નાના હતા ત્યારે તેમણે 1949 માં રિલીઝ થયેલી દિલીપકુમારની ફિલ્મ 'શબનમ' જોઇ હતી. આ ફિલ્મમાં તેમનો રોલ મનોજકુમાર તેમને એટલો ગમી ગયો કે તેમણે પોતાનુ નામ મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું
 
 બોલીવુડના એ હીરો જેમને તેમની દેશભક્તિ સાથે સંકળાયેલ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. મનોજ કુમારની ફિલ્મો હંમેશા આઝાદી, દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ માટે ઓળખાતી રહી. અને આ જ કારણે તેમનુ નામ ભારત કુમાર પડી ગયુ. આમ તો તેમનુ અસલી નામ હરિકિશન ગિરિ ગોસ્વામી ક હ્હે. દેશના ભાગલા પછી તેમનો પરિવાર રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લામાં આવીને વસી ગયો. અહી રજૂ કરીએ છીએ મનોજ કુમારના ફિલ્મી સફર સાથે જોડાયેલ 15 રોચક વાતો.
 
- મનોજ કુમારની પાંચ ફિલ્મોમાં તેમનુ નામ ભારત હતુ. જેને કારણે તેઓ 'ભારત કુમાર'ના નામથી લોકપ્રિય થઈ ગયા.
 
- 1962માં આવેલ ફિલ્મ 'હરિયાલી ઔર રાસ્તા' તેમની પ્રથમ સફળ ફિલ્મ રહી.
 
- મનોજ કુમારને સાત વાર ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો.
 
- મનોજ કુમારે એક અભિનેતાના રૂપમાં જ નહી પરંતુ ઈંડસ્ટ્રીમાં એક અભિનેતા, નિર્માતા-નિર્દેશક અને લેખકના રૂપમાં પણ કામ કર્યુ.
 
- વો કૌન થી, હિમાલય કી ગોદ મે, ગુમનામ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડાં ઔર મકાન, શોર, ક્રાંતિ તેમની યાદગાર ફિલ્મો છે.
 
- મનોજ કુમારને ફિલ્મ 'શહીદ' માટે સર્વશ્રેષ્ઠ લેખકના રૂપમા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
- સાત વાર ફિલ્મ ફેયર એવોર્ડમાંથી ચાર એવોર્ડ ફિલ્મ 'ઉપકાર'ને મળ્યા હતા.
 
- 1975માં 'રોટી કપડા ઔર મકાન' માટે તેમને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો.
 
- 1992માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
- મનોજ કુમારના સુપરહિટ ગીતોમાં 'મેરા રંગ દે બસંતી ચોલા' (શહીદ), 'જીંદગી કી ના તૂટે લડી' (ક્રાંતિ)મ 'પત્થર કે સનમ' (પત્થર કે સનમ) જેવા ગીતોનો સમાવેશ છે.
 
- મનોજ કુમારની સ્ટાઈલ સૌથી જુદી હતી. એક્ટિંગ દરમિયાન મનોજ કુમાર એક હાથને મોટાભાગે તેમના મોઢા પર મુકતા હતા.
 
- શર્ટ હોય કે ઝભ્ભો, મનોજ કુમાર મોટેભાગે બંધ ગળાના કપડાં પહેરવાનુ પસંદ કરતા હતા.
 
- મનોજ કુમાર અભિનેતા દીલીપ કુમારથી પ્રભાવિત હતા.
 
- દેશભક્તિથી ભરેલા પાત્રને ભજવનારા તેઓ ઘણીવાર જાસૂસના રોલમાં પણ જોવા મળ્યા.
 
- મનોજ કુમારે પાંચ ફિલ્મોમાં જાસૂસની ભૂમિકા ભજવી.