Income Tax Slab 2025-26 : ટેક્સપેયર્સને મોટી રાહત, હવે 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહી
Income Tax Slab Budget 2025-26 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ 2025 રજુ કર્યુ. જેમા ઈન્કમ ટેક્ષને લઈને અનેક જાહેરાતો કરવામાં આવી. જેમા સૌથી મોટી જાહેરાત ઈનકમ ટેક્સમાં છૂટને લઈને રહી. વાર્ષિક 12 લાખ રૂપિયા સુધી કમાનારાઓને હવે કોઈપણ ઈનકમ ટેક્સ નહી અપવો પડે. જો કે તેનો લાભ એ જ ટેક્સપેયર્સને મળશે જે ઈનકમ ટેક્સની નવી વ્યવસ્થા હેઠલ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરશે.
આ વખતે બજેટ ટેક્સપેયર્સને ખૂબ આશાઓ હતી. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે જૂની અને નવી બંને પ્રકારની ઈનકમ ટેક્સ વ્યવસ્થાઓમાં ટેક્સપેયર્સને અનેક છૂટ અને કપાત આપી શકાય છે. જો કે ઈનકમ ટેક્સમાં છૂટની જાહેરાત નઈ વવસ્થા હેથળ કરવામાં આવી છે. આવામાં જૂના ટેક્સ વ્યવસ્થાવાળા બજેટ થી નિરાશા મળી છે.
આશા હતી કે આ વખતે બજેટમાં જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ કપાતને લઈને પણ જાહેરાત થઈ શકે છે. આમાં 80C, 80D વગેરેનો સમાવેશ થાય છે. જોકે, આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકો અંગે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.
તેમને 12 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે.
વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવકવેરામાં છૂટ ફક્ત તે લોકોને જ મળશે જેમની આવક ફક્ત પગારથી છે. જો તેઓ શેરબજાર અથવા અન્ય કોઈ માધ્યમથી કમાણી કરે છે તો તેમને તેનો લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં તેમણે આવકવેરો ભરવો પડશે.
Income Tax Slab: નવો આવકવેરા સ્લેબ કેવો છે?
0-12 લાખ રૂપિયાની આવક: ૦ ટેક્સ
12-15 લાખ રૂપિયાની આવક: 15% ટેક્સ
15-20 લાખ રૂપિયાની આવક: 20% ટેક્સ
25 લાખ રૂપિયાથી વધુની આવક: 30% ટેક્સ
Income Tax Slab : વરિષ્ઠ નાગરિકો માટે ભેટ
બજેટમાં વરિષ્ઠ નાગરિકોને આવકવેરામાં ભેટ આપવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
Income Tax Slab: વીમા પર FDI વધ્યું, શું અસર થશે?
બજેટમાં વીમા FDI મર્યાદા વધારવામાં આવી છે. વીમામાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) 74% થી વધારીને 100% કરવામાં આવ્યું છે. આનાથી કંપનીઓને વધુ પૈસા મળશે. આવી સ્થિતિમાં, તેમનો વિસ્તાર થશે અને પ્રીમિયમ ઘટી શકે છે. આનાથી આવકવેરામાં પણ રાહત મળશે.