Budget 2026 Gold & Silver Prices LIVE Updates, : બજેટ પહેલા ચાંદી 27000 અને સોનુ 11000 રૂપિયા ગબડ્યુ, ઈંટરનેશનલ માર્કેટમાં પણ સૌથી મોટો ઘટાડો
Budget 2026 LIVE Updates: બજેટ રજૂ થાય તે પહેલાં જ સોના અને ચાંદીના ભાવ બજારમાં હલચલ મચાવી રહ્યા છે. આજે સવારે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર કરાયેલા નવીનતમ દરો અનુસાર, દેશમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે.
આજ સોના-ચાંદીના રેટ (દિલ્હીના ભાવ, 1 ફેબ્રુઆરી 2026)
સોનુ (Gold)
24 કેરેટ સોનુ: રૂ. 1,62,240 પ્રતિ 10 ગ્રામ
ચાંદી (Silver)
ચાંદીની કિમંત: રૂ 2,78,000 પ્રતિ કિલો
કેમ ગબડ્યા સોના-ચાંદીના ભાવ ?
છેલ્લા કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે
30 જાન્યુઆરીના રોજ સોનુ રૂ. 1,80,000+ થી ગબડીને રૂ. 1,55,000 ની આસપાસ આવી ગયુ
ચાંદીમાં પણ 50,000 પ્રતિ કિલો સુધી ઘટાડો જોવા મળ્યો.
અહી ભારે ઘટાડો પ્રોફિટ બુકિંગ, ડોલરની મજબૂતી અને વૈશ્વિક એક્સચેંજોમાં માર્જીન વધવાને કારણે આવ્યુ
બજેટ પછી સોનાનો ભાવ વધશે કે ઘટશે ?
નિષ્ણાતોના મતે, બજેટમાં કસ્ટમ ડ્યુટી અંગેની કોઈપણ જાહેરાત સોના અને ચાંદી પર સીધી અસર કરશે. બજારમાં હાલમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, તેથી બજેટ પછી તરત જ તીવ્ર વધઘટ શક્ય છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે, લાંબા ગાળાનો ટ્રેન્ડ તેજીનો રહે છે.
10:32 AM, 1st Feb
ગબડ્યા પછી શરૂ સ્થિર થયો સોનાનો ભાવ
MCX મા શરૂઆતી વેપારમાં સોનાનો ભાવ ગબડી ગયો છે. જોકે હવે ધીરે ધીરે એ સ્થિર થઈ રહ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,000 રૂપિયા પર આ અવી ગયો હતો. હવે આ થોડો સ્થિર થઈને 1.44 લાખ પર પહોચી ગયો છે. જો કે હજુ પણ સોનાની કિમંતોમાં 5% થી વધુ ઘટાડો થયો છે. .
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કેવો રહ્યો હાલ ?
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવ પ્રતિ ઔંસ $5,000 ની નીચે આવી ગયા, જે 1980 ના દાયકાની શરૂઆત પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન માટે કેવિન વોર્શને નોમિનેટ કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ બાદ યુએસ ડોલરમાં વધારો થયો ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો શરૂ થયો, જેની પાછળથી પુષ્ટિ થઈ. COMEX અનુસાર, સોનાના ભાવ 8.25% ઘટીને $4,879.60 પ્રતિ ઔંસ પર બંધ થયા. ચાંદીના ભાવ 25.5% ઘટીને $85.25 પ્રતિ ઔંસ પર સ્થિર થયા.
