શનિવાર, 1 એપ્રિલ 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Modified શુક્રવાર, 25 માર્ચ 2022 (12:15 IST)

Chaitra Navratri 2022 : સુખ સમૃદ્ધિ માટે ચૈત્ર નવરાત્રિમાં ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ

ચૈત્ર નવરાત્રિની શરૂઆત 02 એપ્રિલથી થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. મા દુર્ગાની કૃપા થી બધી મનોકામનાઓ પૂરી થાય છે. આ દરમિયાન તમે કેટલીક વાસ્તુ ટિપ્સ ફોલો કરી શકો છો. 
 
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ કળશ સ્થાપના ઈશાન કોણ કે ઉત્તર પૂર્વ ખૂણાની દિશામાં કરો. આ દિશામાં પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી સકારાત્મકતાનો સંચાર થશે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. 
 
ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીના પદ ચિહ્ન લગાવો. તેનાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે છે. 
 
નવરાત્રિ દરમિયાન ઓફિસના મેન ગેટ પર વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં મુકો.  તેમા લાલ અને પીળા ફુલ પણ નાખો. તેનાથી કેરિયરમાં સફળતા મળશે. નોકરી અને વ્યવસાયની સમસ્યાઓ દૂર થશે. 
 
નવરાત્રિમાં ૐનુ ચિહ્ન મુખ્ય દ્વાર પર પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવી દો. તેનાથી સકારાત્મકતાનો સંચાર થશે. નકારાત્મક ઉર્જા દૂર થશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.