રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : બુધવાર, 30 માર્ચ 2022 (17:53 IST)

Chaitra Navratri 2022: જાણો ક્યારથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, ઘટસ્થાપનાના શુભ મૂહૂર્ત અને પૂજન વિધિ

ચૈત્ર મહીના શરૂ થઈ ગયુ છે. હિંદુ પંચાગ મુજબ આ હિન્દુ નવવર્ષનો પ્રથમ મહીનો છે. આ મહીનામાં નવરાત્રિ પણ આવે છે. જેને ચૈત્ર નવરાત્રિ પણ કહે છે. વર્ષમાં કુળ 4 નવરાત્રિ આવે છે. જેની શરૂઆત ચૈત્ર નવરાત્રિથી હોય છે. નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરાય છે. નવરાત્રિથી પહેલા દિવસ ઘટસ્થાપના કરાય છે. માતા દુર્ગા સુખ, સમૃદ્ધિ અને ધનની દેવી ગણાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલ 2022થી શરૂ થઈ રહ્યા છે અને 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. 
 
પ્રગટાવીએ છે અખંડ જ્યોતિ 
નવરાત્રિમાં કળશ સ્થાપના કે ઘટસ્થાપના કરવાનો ખાસ મહત્વ હોય છે. આ કળશની નવ દિવસ સુધી પૂજા કરાય છે. અખંડ જ્યોત પ્રગટાવીએ છે. કળશને ભગવાન વિષ્ણુનો રૂપ ગણાય છે. તેથી માતા દુર્ગાની પૂજા કરવાથી પહેલા કળશની પૂજા કરાય છે. કળશ સ્થાપના કરીને બધા દેવી-દેવતાઓની ઉપાસના કરાય છે. તેની સાથે જ નવ દિવસના વ્રતની શરૂઆત હોય છે. 
 
ઘટસ્થાપનાનો શુભ મૂહૂર્ત 2022 
ચૈત્ર નવરાત્રિ માટે શુભ મૂહૂર્ત 2 એપ્રિલ 2022 શનિવારની સવારે 6 વાગીને 22 મિનિટથી સવારે 8 વાગીને 31 મિનિટ સુધી રહેશે. કુળ સમય 2 કલાક 9 મિનિટની રહેશે. તે સિવાય ઘટસ્થાપનાને અભિજીત મૂહૂર્ત બ્પોરે 12 વાગીને 8 મિનિટથી બપોરે 12 વાગીને 57 મિનિટ સુધી રહેશે. તેમજ પ્રતિપદા તિથિ 1 એપ્રિલ 202મે સબારે 11 વાગીને 53 મિનિટથી શરૂ થશે અને 2 એપ્રિલને સવારે 11 વાગીને 58 મિનિટ પર પૂરી થશે. 
 
ઘટસ્થાપના પૂજા વિધિ -
1. નવરાત્રિના પહેલા દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.
2. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી કલશને પૂજા ઘરમાં રાખો.
3. માટીના વાસણની આસપાસ પવિત્ર દોરો બાંધો
4. હવે કલશને માટી અને અનાજના બીજના સ્તરથી ભરો.
5. વાસણમાં પવિત્ર જળ ભરો અને તેમાં સોપારી, ગંધા, અક્ષત, દુર્વા ઘાસ અને સિક્કા મૂકો.
6. કલશના ચહેરા પર એક નારિયેળ મૂકો.
7. કલશને કેરીના પાનથી સજાવો.
8. મંત્રોનો જાપ કરો.
9. કલશને ફૂલ, ફળ, ધૂપ અને દીવો અર્પણ કરો.
10. દેવી માહાત્મ્યમનો પાઠ કરો.