સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (12:39 IST)

Corbevax, Covovax Vaccine News: કોરોનાની બે નવી વેક્સીનને મંજૂરી, કોર્બોવેક્સ અને કોવોવેક્સના વિશે જાણો

દેશમાં કોરોના અને ઓમીક્રોનની વધતી લહેરની વચ્ચે એક ગુડ ન્યુઝ છે. કોરોનાની નવી બે વેક્સીન કોવોવેક્સ અને કોર્બીવેક્સને ઉઓઅયોગની પરવાનગી મળી ગઈ છે. તેની સાથે જ એંટીવાયરલ આ દવાને સરકારે કેટલીક શરતો સાથે મંજૂરી પણ આપી છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોનાની બે રસી આપવામાં આવી રહી છે - કોવિશિલ્ડ અને કોવેક્સિન. કોવોવેક્સ અને કોર્બિવેક્સનું પણ ત્રણ વર્ષ સુધીના બાળકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં આ બંને રસીઓ બાળકો માટે પણ મંજૂર થઈ શકે છે.