ગુજરાત સહિત ભારતમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારની અખબારી યાદી (29 માર્ચ) અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે.
તેમજ છેલ્લા 24 કલાકમાં 704 લોકોને રસી આપવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં કુલ 2136 કેસ સક્રિય છે અને આઠ દર્દીઓ વૅન્ટિલેટર પર છે.
અમદાવાદ કૉર્પોરેશનમાં સૌથી વધુ 141 કેસ નોંધાયા છે, બાદમાં સુરત, રાજકોટ, મોરબી, વડોદરા વગેરેનો સમાવેશ થાય છે.
તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં (29 માર્ચ) કોવિડના નવા 300 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત થયાં છે.
અગાઉ મંગળવારે 214 કેસ નોંધાયા હતા. તો મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 483 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોનાં મોત થયાં છે.
ભારતમાં આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 11, 903 થઈ ગઈ છે.