મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified શુક્રવાર, 12 માર્ચ 2021 (10:11 IST)

ગુજરાતમાં કોરોનાના કેસ ઘરખમ વધારો, આંકડો 700ને પાર

ગુજરાતામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 710 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,75,907 સુધી પહોંચી ગયો છે. કોરોના કારણે આજે રાજ્યમાં એકપણ મોત નિપજ્યું નથી. રાજ્યમાં કુલ મોતની સંખ્યા 4418 પહોંચી ગઇ છે. તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ 201 કેસ સુરતમાં અને 153 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે. તો વડોદરા જિલ્લામાં 95, રાજકોટ 77 કેસ સામે આવ્યા છે. આ સિવાય આણંદમાં 18, ખેડામાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, ભરૂચ 12, ભાવનગર 13, નવસારીમાં નવ અને ગાંધીનગરમાં 16 કેસ સામે આવ્યા છે. 
 
આજે રાજ્યમાં કુલ 16 હજાર 911 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ 24 હજાર 805 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતના ચાર જિલ્લામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. 
 
રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે. આજની તારીખે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3788 થઈ ગઈ છે, જેમાં 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી કુલ 267701 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે ગુજરાતમાં અત્યાર સુધી 4418 લોકોના મૃત્યુ થયા છે. 
 
ગુજરાતનો કોરોના સામે રિકવરી રેટ 97.03 ટકા છે. રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ 16 હજાર 911 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ 24 હજાર 805 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતના ચાર જિલ્લામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી.