મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 12 એપ્રિલ 2020 (16:26 IST)

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધ્યા, કોવિડ 19 સંક્રમિતો સંખ્યા 493 થઇ

ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ 23 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કોવિડ-19 રોગીઓની સંખ્યા વધીને 493 થઇ ગઇ છે. તો બીજી તરફ ત્રણ સંક્રમિતોના મોતની સાથે ગુજરાતમાં તેનાથી મૃતકોની સંખ્યા 23 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે શનિવારે 72 કેસ નોંધાયા હતા જ્યારે આજે સવાએ 23 નવા કેસ નોંધ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 61 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 116 કેસ પેન્ડીંગ છે. 
 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી શનિવારે બે અને રવિવારે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે જેથી ગુજરાતમાં સંક્રમણથી મરનારાઓની સંખ્યા 23 પહોંચી ગઇ છે. તેમણે જણાવ્યું કે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 44 થઇ ગઇ છે. ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 422 દર્દીઓ સ્ટેબલ છે. 
 
જયંતિ રવિએ જણાવ્યું હતું અમદાવાદ કોરોના સંકમિતોની સંખ્યા 266 થઇ ગઇ જ્યારે મૃતકોની સંખ્યા 11 થઇ ગઇ છે. વડોદરામાં 95 કેસ પોઝિટિવ 2ના મોત, ભાવનગરમાં 23 કેસ પોઝિટિવ, 2ના મોત, જ્યારે પાટણમાં સંક્રમિતોની સંખ્યા 14 જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સુરતમાં 18 કેસ પોઝિટિવ છે જ્યારે 4 લોકોના મોત થયા છે. ગાંધીનગર 15 પોઝિટિવ 1નું મોત નિપજ્યું છે. રાજકોટ 18 કેસ પોઝિટિવ, કચ્છ 4, છોટા ઉદેપુર 3, જામનગર 1, મોરબી 1, સાબરકાંઠા 1, આણંદ 7, દાહોદ 1, ભરૂચ 8, પંચમહાલ 1, પોરબંદર 3, ગીર સોમનાથ 2, મહેસાણા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.  
 
જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હોટપોસ્ટ સિવાય ના વિસ્તારોમાં પણ ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના 14 જિલ્લામાં એક પણ કેસ નોધાયો નથી ત્યાં પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.