ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2020 (18:55 IST)

મોદી સરકારે લોકડાઉન બે અઠવાડિયા માટે વધાર્યું, 17 મે સુધી રહેશે ચાલુ

દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરમિયાન, કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે લોકડાઉન દેશમાં 17 મે સુધી ચાલુ રહેશે. આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે   લોકડાઉન 2.0 ની સમયમર્યાદા 3 મેના રોજ સમાપ્ત થવાની હતી.  જો કે, આ પહેલા, મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લોકડાઉન 4 મેથી 17 મે સુધી લોકડાઉન 3.0 ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ચાલુ રહેનારી પ્રવૃત્તિઓ માટે  ગૃહ મંત્રાલયે એડવાઈઝરી પણ રજુ કરી છે.